વહિવટી તંત્રનો નમ્ર પ્રયાસ:હિંમતનગરમાં ટ્રાન્સજેન્ડર મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન; લોકશાહિના અવસરને મતદાન કરીને ઉત્સાહભેર ઉજવવાના હેતુથી આયોજન

સાબરકાંઠા (હિંમતનગર)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા સામન્ય ચૂંટણી 2022માં દરેક જાતિના મતદાર પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરી શકે તે માટે વહિવટી તંત્ર દ્વારા અવનવા અથાગ પ્રયત્નો કરી સૌ મતદાન કરે અન્યને મતદાન કરાવે તેવો નમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે લોકશાહીના અવસરને સૌ લોકો ઉત્સાહભેર ઉજવે તે માટે વહિવટી તંત્ર પુરજોશથી ચૂંટણીલક્ષી તૈયારીઓ કરી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોમાં મતદાન અંગે જાગૃતા આવે અને લોકશાહીના આ અવસરમાં તેમની સહભાગીતા વધે તે માટે હિંમતનગર સમાજ સુરક્ષા અધિકારીની કચેરી બહુમાળી ભવન ખાતે સિગ્નેચર કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે.

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોમાં મતદાન અંગે જાગૃતા આવે અને લોકશાહીના આ અવસરમાં તેમની સહભાગીતા વધે તે માટે હિંમતનગર સમાજ સુરક્ષા અધિકારીની કચેરી બહુમાળી ભવન ખાતે સિગ્નેચર કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. દિવ્યાંગજનો દ્વારા સિગ્નેચર કરીને તા. 5મી ડિસેમ્બર 2022ના દિવસે લોકશાહી પર્વમાં મતદાન કરવા માટેની ખાત્રી દર્શાવી અન્ય લોકોને મતદાન કરવા પ્રેરણા આપી હતી. આ કેમ્પેઇન વખતે દિવ્યાંગજનોને મતદાનના દિવસે મળનારી વિશેષ સુવિધાઓ જેવી કે મતદાન મથક સુધી અવર-જવરની સુવિધા, મુક-બધીર મતદારો માટે વિશેષ તજજ્ઞોની સુવિધા અંગે માહિતી આપી હતી. મતદારોને અવશ્ય મતદાન કરવા જવા માટેના શપથ લેવડાવામાં આવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા હિંમતનગર ખાતે ટ્રાન્સજેન્ડર મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ચુંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત પી.ડબલ્યુ.ડી નોડલ ઓફિસર અને નાયબ નિયામક તેમજ સ્વીપ નોડલ ઓફિસરના સયુંક્ત પ્રયાસોના ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિધાનસભા સામાન્ય ચુંટણી-2022 અંતર્ગત ટ્રાન્સજેન્ડર સમુદાયની ચુંટણીમાં સહભાગીતા વધે, મતદાનથી વંચિત ન રહે તથા મતદાન પ્રક્રિયાથી સુમાહિતગાર કરવાના ઉદ્દેશ્યથી ટ્રાન્સજેન્ડર મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રાન્સજેન્ડર મતદારોને મતદાન પ્રક્રિયા અંગે સમજ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રાન્સજેન્ડર મતદારોએ આ વખતની યોજાનાર ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...