અનોખા લગ્ન:પ્રાંતિજ તાલુકાના છાદરડામાં લગ્ન સમારંભમાં ઓર્ગેનિક ખેતી કરનારાઓનું સન્માન કરાયું

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નમાં દર્દીઓ માટે નિ:શુલ્ક કેમ્પનું પણ આયોજન કરાયું

પ્રાંતિજના છાદરડામાં રાજ્યમાં પ્રથમવાર લગ્ન સમારંભમાં પ્રોસ્ટેટની બિમારીથી પીડાતા લોકો, હૃદયરોગના દર્દીઓ માટે નિ:શુલ્ક કેમ્પ, બિનરાસાયણીક ખેતી કરનારા ખેડૂતોનું સન્માન વગેરે જેવા કાર્યક્રમો થકી અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં વર-વધૂ ની જગ્યાએ ઓર્ગેનિક ખેતી કરનારાઓનું સન્માન કરાયું હતું.

પ્રાંતિજના છાદરડામાં ડો. હરિભાઈ રમેશભાઈ પટેલના રાજ્યમાં અનોખા લગ્ન યોજાયા હતા. આ લગ્નમાં ગ્રામ્ય કક્ષાએ પ્રોસ્ટેટની બીમારીથી પિડાતા લોકો સહિત હૃદયરોગના દર્દીઓ માટે પણ નિ:શુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો હતો. સાથે પ્રાંતિજ સહિત આસપાસના વિસ્તારમાં બિનરાસાયણીક-પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતો માટે લગ્નમાં વિશેષ સન્માનિત કરવાનું પણ આયોજન કરાયુ હતું. જેમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા પ્રોફેસર અનિલ કે. ગુપ્તાના હસ્તે ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતોનું સન્માન કરાયું હતું.

વર્તમાન સમયમાં ગ્રામીણ કક્ષાએ હવે દવા ખાતરથી ખેતી કરનારા લોકોનું પ્રાધાન્ય વધતું જઈ રહ્યું છે ત્યારે ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતો માટે વહીવટી તંત્ર સહિત સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિશિષ્ટ સન્માન નો પ્રયાસ સંભવ બની શક્યો નથી તેવા સમયે છાદરડામાં યોજાયેલા આ લગ્નોત્સવમાં વિવિધ પ્રકારે ગ્રામીણ જીવન ઉર્ધ્વગામી બને તે માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. આ પ્રસંગે ખેડૂતોને અમદાવાદની સૃષ્ટિ સંસ્થા દ્વારા તૈયાર કરાયેલું ડીકમ્પોઝર સહિત શાકભાજીના વિસરાતા જતાં બીજનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...