આવેદન:પેન્શનરોના ચુકાદાનો વિરોધ, પેન્શનર પરિપત્રની હોળી કરી આવેદન પાઠવ્યું

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ઇપીએફ પેન્શનરો દ્વારા ઇપીએફઓ કચેરી બહાર ધરણા
  • હિંમતનગરમાં ઇપીએફઓ કચેરી બહાર પેન્શનરોએ કાળીપટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ઇપીએફ પેન્શનર એસો. દ્વારા હિંમતનગરના મોતીપુરામાં આવેલ ઇપીએફઓ કચેરી બહાર મંગળવારે ધરણાં પ્રદર્શન સાથે પેન્શનરોના ચુકાદાને લઇને વિરોધ કરી ઇપીએફ-95 પેન્શનર પરિપત્રની હોળી કરી કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર પોકારી આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે આવેદનપત્રમાં રજૂઆત કરતાં જણાવાયું છે.

કે સુપ્રિમ કોર્ટે પેન્શનરોનો જે ચુકાદો આપ્યો હતો તેના અનુસંધાનમાં ઇપીએફઓની દિલ્હી ઓફિસ દ્વારા 29 ડિસેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન કરતો પરિપત્ર પેન્શનર્સને અન્યાય કરતા હોવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઇપીએફ- 95ના પેન્શનરોએ માંગણી નહી સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી ઇપીએફ-95ના પેન્શન પરિપત્રની હોળી કરી હતી.

મોતીપુરા ખાતે આવેલ જિલ્લા ઇપીએફઓ પેન્શનર કચેરી બહાર સાબરડેરી, સાબરકાંઠા બેન્ક, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, એસ.ટી., કોર્પોરેશન, બોર્ડ નિગમોના તથા અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા કર્મચારીઓએ કા ળી પટ્ટી ધારણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...