અકસ્માત:રોડ વચ્ચે ઉભેલી ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં એકનું અમદાવાદમાં મોત

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલોદના હરસોલથી દહેગામ જતાં રોડ પર અકસ્માત સર્જાયો
  • ટ્રક ચાલકે પાર્કિંગ લાઇટ ચાલુ ન રાખી હોય કાર ઘૂસી ગઇ

તલોદના હરસોલથી દહેગામ જતા રોડ ઉપર ટ્રકના ચાલકે પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વગર ટ્રક વચ્ચે ઉભી રાખતા કાર ઘૂસી જતાં કારમાં સવાર વ્યક્તિને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ અમદાવાદમાં ગંભીર ઇજાઓને પગલે મોત નિપજતાં ટ્રક ચાલક વિરુદ્વ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.02-06-22 ના રોજ મળસ્કે એક વાગ્યાના સુમારે હરસોલથી દહેગામ જતા રોડ ઉપર ટ્રક નં. જી.જે-14-ડબલ્યુ-3367 ના ચાલકે કોઇ પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વગર ટ્રક ને રોડની વચ્ચે ઉભી રાખી હોવાથી ગાડી નં. જ.જે-18-એ.ઝેડ-2141 આવતા પાછળથી ટક્કર વાગતા અલ્પેશસિંહને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી જેથી પ્રાથમિક સારવાર હિંમતનગર સિવિલમાં આપી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શીફ્ટ કરાયા હતા.જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતાં તલોદ પોલીસ સ્ટેશનમાં ટ્રક નં. જી.જે-14-ડબલ્યુ-3367 ના ચાલક વિરુદ્વ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...