હાલાકી:નાની ઇસરોલથી મોટી ઇસરોલ વચ્ચે દોઢ કિમી રોડ ઉબડખાબડ

મોટીઇસરોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં ઢીંચણસમા પાણી ભરાઇ જતાં લોકોને ભારે હાલાકી

મોડાસાના નાનીઇસરોલ-મોટીઇસરોલ વચ્ચે દોઢ કિમી રોડનું છેલ્લા પંદર વર્ષથી પેવરિંગ કામ ન કરતાં મસમોટા ખાડાઓ પડી ગયા છે. ચોમાસામાં મોટી ઇસરોલ નજીકના રોડ પર નીચાણવાળા રોડ પર મસમોટો ખાડો પડેલ છે. જેથી વરસાદી પાણી ભરાતાં નાની ઇસરોલના સ્કૂલમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ઢીંચણસમા પાણીમાંથી પસાર થવું પડે છે.

પેવરિંગ બાબતે માર્ગમકાન વિભાગમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ તજવીજ હાથ ધરાઇ નથી તેવું નાનીઇસરોલના તરાર કિરીટભાઇ ડાહ્યાભાઇ, તરાર કાળાભાઈ વાલમભાઇએ જણાવ્યું હતું. પેવરિંગ બાબત ની સમસ્યા બાબત માટે માધુપુરના રિટાયર્ડ આર્મી અલ્પેશસિંહ કાન્તિસિંહ ના જણાવ્યા મુજબ મોટી ઇસરોલ માધુપુર રાજલી રોડ પરના મોટી ઇસરોલ નજીકના રહેણાંક વિસ્તારથી પસાર થતો રોડ ખાડાઓથી ભરપૂર છે.

અન્ય સમાચારો પણ છે...