ટ્રક પલટી જતા ટ્રાફિક સર્જાયો:સાબરકાંઠા-મહેસાણા વચ્ચેના સાબરમતી ઓવરબ્રિજ પર દોઢ કલાક ટ્રાફિક જામ, સાંકડા ઓવરબ્રિજને વાહનચાલકોને લઈ હાલાકી

સાબરકાંઠા (હિંમતનગર)9 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરથી વિજાપુર સ્ટેટ હાઈવે રોડ પર ગુરુવારે રાત્રીના સમયે સાબરમતી નદી પરના ઓવરબ્રિજ પર ટ્રક પલટી જવાને લઈને રોડ પર બંને તરફ દોઢ કલાક ટ્રાફિક જામ થયો હતો. જેને લઈને મહેસાણા અને સાબરકાંઠા પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વાત એવી છે કે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા વચ્ચેની સરહદ પર સાબરમતી નદી ઓવરબ્રિજ બનાવવામાં આવેલો છે જે સાંકડો છે અને આ ઓવરબ્રિજ પર વારંવાર રોડ પર વાહનોના અકસ્માત અને ખોટકાવવાના બનાવો બનતા રહે છે. જેને લઈને સાંકડા રોડ પર બંને તરફ ભારે ટ્રાફિક જામ થાય છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આવી જ પરિસ્થિતિ ગુરુવારે રાત્રે સર્જાઈ હતી. હિંમતનગરના પાણપુર પાટીયા પાસે ઝાહીરબાદમાં રહેતા અને ટેકનીકલ વ્યવસાય કરતા મુસ્તકીન મનસુરી જે વિજાપુરમાં કામ અર્થે ગયો હતો. જે પરત હિંમતનગર આવવા નીકળ્યો તે દરમિયાન સાબરમતી નદી પર ઓવરબ્રિજ પર ટ્રક પલટી ગઈ હતી. જેને લઈને ઓવરબ્રિજના બંને છેડે એટલે કે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા તરફના રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. તો બીજી તરફ બંને જિલ્લાની પોલીસ, ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જેને લઈને દોઢ કલાક બાદ ભારે જહેમત બાદ ટ્રકને ટોકન કરીને લઇ ગયા હતા. આમ આ સાંકડા ઓવરબ્રિજ પર વારંવાર પડતી ટ્રાફિકથી હાલાકીને લઈને સાંકડો ઓવરબ્રિજ પહોળો બનાવવામાં આવે જેને લઈને ટ્રાફિક જામ સર્જાશે નહિ.