સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - 10 અને ધોરણ - 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા- 2023નો પ્રારંભ 14 માર્ચના રોજ થયો છે. આ અંગે જિલ્લા પરીક્ષા કંટ્રોલ રૂમથી મળેલી જાણકારી મુજબ ધો. 10માં સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં કુલ 1447 વિદ્યાર્થીઓ પૈકી 1433 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 14 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં 1059 અને અંગ્રેજી માધ્યમમાં 358 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન વિષયમાં કુલ 5121 વિધ્યાર્થીઓ પૈકી 5057 વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 64 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ગુજરાતી માધ્યમમાં 2911 અને અંગ્રેજી માધ્યમમાં 412 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 12માં સામાન્ય પ્રવાહના ઇતિહાસ વિષયમાં કુલ 337 વિદ્યાર્થીઓ પૈકી 331 વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 06 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં 329 વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આંકડાશાસ્ત્ર વિષયમાં 1756 વિદ્યાર્થીઓ પૈકી 1734 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 22 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં 1453 અને અંગ્રેજી માધ્યમમાં 281 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.