કોંગ્રેસ દ્વારા ​​​​​​ચૂંટણીની રણનીતિ ઘડાઈ:સાબરકાંઠાની 4 બેઠક માટે બીજા દિવશે 35 ઉમેદવારી પત્રો ઉપડ્યા; દિવ્યાંગ મતદારોને ખાસ તાલીમ અપાશે

સાબરકાંઠા (હિંમતનગર)19 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લામાં ચાર વિધાનસભામાં બે દિવસમાં 60 ઉમેદવારીપત્રો ઉપડ્યા છે. પ્રથમ દિવસે 25 અને બીજા દિવસે 35 ઉમેદવારીપત્રો ઉપડ્યા હતા. જેમાં હિંમતનગર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી 08, અપક્ષમાંથી 06 અને AAPમાંથી 03 મળી કુલ 17 ઉમેદવારીપત્રો ઉપડ્યા હતા. તો ઈડર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી માત્ર બે ઉમેદવારી પત્રો જ ઉપડ્યા હતા અને ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પરથી AAPમાંથી 03, ભારતીય જન પરિષદમાંથી 03, અપક્ષ 04 મળી કુલ 10 ઉપડ્યા હતા. સાથે પ્રાંતિજ વિધાનસભા બેઠક પરથી અપક્ષમાંથી 04, AAPમાંથી 01 અને રાઇટ ટુ રિકોલ પક્ષમાંથી 01 મળી કુલ 06 ફોર્મનું વિતરણ થયું હતું.

દિવ્યાંગ મતદારોને નિષ્ણાતો દ્વારા તાલીમ અપાશે
વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા અને તેની જાગૃતતા વધે અને દિવ્યાંગ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી ચૂંટણી પંચ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં કુલ 9881 દિવ્યાંગ મતદારો નોંધાયેલ છે. આ મતદારોને મતદાન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તથા સરળતાથી મતદાન કરી શકે તે હેતુથી ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાની તમામ વિધાનસભાના પોલિંગ સ્ટાફને દિવ્યાંગ મતદારોની વિશિષ્ટ જરૂરિયાત પર ધ્યાન આપવા તેમજ તેઓની પ્રત્યે વિવેકપૂર્ણ રીતે વર્તવા અને મતદાન મથકે જરૂરી સહાય પૂરી પાડવા અંગેની તાલીમ તથા બધિર મતદારો માટે સાઈન લેંગ્વેજના નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવનાર છે.

કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવી
​​​​​​​
હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતિની શુક્રવારે કારોબારીની બેઠક મળી હતી. જેમાં આગામી ચૂંટણીની તૈયારીઓના આયોજન માટે અશ્વમેઘ પાર્ટી પ્લોટમાં બેઠક મળી હતી. જિલ્લાની ચાર બેઠકો પૈકીની હિંમતનગર બેઠકના ઉમેદવાર તરીકે કોંગ્રેસ કમલેશ પટેલના નામની જાહેરાત કરી છે. જોકે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અને સમર્થકો મતદારોને આકર્ષવા માટેની રણનીતિ ઘડી રહ્યા છે, તેના માટે આયોજન અંગેની બેઠક હિંમતનગરમાં યોજાઈ હતી. જેમાં તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, તાલુકા પંચાયત હિંમતનગરના ચૂંટાયેલા સદસ્યો, પાલિકાના ચૂંટાયેલા સદસ્યો સહિતના અલગ અલગ સમાજના આગેવાનો એકઠાં થઈ આગામી ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવી હતી.

તા.14 ને સોમવારે કમલેશ પટેલ ઉમેદવારી પત્ર ભરશે
​​​​​​​
તાલુકા કોંગ્રેસ સમિતિની મળેલી બેઠકમાં પ્રચાર-પ્રસાર અને ગામડે-ગામડે, જનજન સુધી પહોંચી વધુમાં વધુ લોકોને કોંગ્રેસ સાથે જોડવા માટેના પ્રયત્નો કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. તો 14મી નવેમ્બરને સોમવારે સવારે નવ વાગે સહકારી જીનથી કલેકટર કચેરી સુધી ઉમેદવાર અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે પદયાત્રા કરીને બહુમાળી ભવન પહોચી શુભમૂહુર્તમાં કોંગ્રેસમાંથી કમલેશ પટેલ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે.

અન્ય સમાચારો પણ છે...