મહિલા કર્મયોગી દિવસની ઉજવણી:હિમતનગરમાં નારી વંદન ઉત્સવ સપ્તાહ નિમિત્તે મહિલાઓને સુરક્ષા માટેની કાનુની માહિતી અપાઈ

સાબરકાંઠા (હિંમતનગર)5 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના હિમતનગરના ડો.બાબાસાહેબ આંબેડકાર હોલમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી તથા સંકલિત બાળ વિકાસની કચેરી દ્વારા આયોજિત મહિલા કર્મયોગી દિવસની નગરપાલિકા યતિનબેન મોદીની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. નારી વંદન ઉત્સવ સપ્તાહ ઉજવણી નિમિત્તે મહિલા કર્મયોગી દિવસે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ,પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ ) અધિનિયમ 2013 અનુલક્ષી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ યતિનબેન મોદીએ જણાવ્યુ હતુ કે મહિલાએ લાગણીશીલ સ્વભાવની હોય છે. આથી તે કોઇ પણ વ્યક્તિની છેતરપિંડી અને પ્રપંચમાં ઝડપથી આવી જાય છે. જેના પરીણામે તેની સાથે માનસિક તેમજ જાતિય સતામણી થતી હોય છે. આથી દરેક મહિલાએ પોતાની સુરક્ષા માટે જાતે જ જાગૃત બનવુ પડશે. સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. દરેક સરકારી તેમજ ખાનગી ઓફીસોમાં મહિલા સતામણી અંગેની સમિતીની રચના કરવામાં આવે છે. તેમાં મહિલા સભ્યો હોય છે. આથી દરેક મહિલાઓએ આ યોજનાઓનો લાભ લેવો જોઇએ.

આ પ્રસંગે DYSP મીનાક્ષીબેન પટેલે જણાવ્યુ હતુ કે આજનો યુગ કમ્પ્યુટર યુગ છે. વર્તમાન સમયમાં મોબાઇલ અને ઇન્ટરનેટની સુવિધાઓનો ખુબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે. તેની સામે સાઇબર ક્રાઇમ પણ વધી રહ્યા છે. સાયબર ક્રાઇમ થાય તો તરત જ કોઇ પણનો ડર રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરવો પોલીસ પ્રજાનો મિત્ર છે. આ પ્રસંગે એડવોકેટ રેખાબેન ત્રિવેદીએ મહિલાઓની જાતીય સતામણી (નિવારણ,પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ ) અધિનિયમ 2013 અનુલક્ષી મહિલાઓને સવિસ્તાર માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યો, નગરપાલિકા સદસ્યો, સ્થાનિક જાતિય સતામણીના કમિટી મેમ્બર, મહિલા અને બાળ વિકાસ અધિકારી દિપેનભાઇ પંડ્યા, દહેજ પ્રતિબંધક અધિકારી મેઘાબેન ગોસ્વામી, મુખ્ય સેવિકા બહેનો તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...