સોના-ચાંદીના વેપારીઓ રાજીના રેડ:ધનતેરસના દિવસે હિંમતનગરના સોની બજારમાં ગ્રાહકોની ભારે ભીડ

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા બે દિવસથી દિપોત્સવ પર્વનો શુભારંભ થઇ ગયો છે. ત્યારે ધનતેરસના દિવસે હિંમતનગરના સોની બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. સોનાના ભાવમાં ઘટાડો થતાં ઘરેણા તેમજ દાગીનાની ખરીદી કરવા માટે સવારથી જ સોના-ચાંદીનો વેપાર કરતા ઝવેરીઓની દુકાનમાં ગ્રાહકોની ભારે ભીડ થતા વેપારીઓમાં પણ આનંદ જોવા મળ્યો હતો.

ધનતેરસના દિવસે અમીર-ગરીબ સૌ કોઇ પોતપોતાની આર્થીક શકિત અનુસાર સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજનના દિવસે નવા ખરીદેલા સોના-ચાંદીના આભૂષણોની ખરીદી કરી તેની પૂજા કરે છે. આ અંગે હિંમતનગરના કડીવાલા જવેલર્સ, સમર્થ જવેલર્સ, સી.એચ. જવેલર્સ, ભાગ્યોદય જવેલર્સ સહિત જવેલર્સના વેપારીઓને જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન તેમજ જીએસટીના કારણે મંદીનો માહોલ હતો. મોંઘવારીના સમયમાં સોના-ચાંદી બજારમાં ખુબજ આર્થીક મંદીનું વાતાવરણ હતું.

પરંતુ આ વર્ષે સોનાના ભાવમાં થયેલા ઘટાડાના કારણે લગ્ન પ્રસંગે ખરીદી કરવા માંગતા લોકોએ ધનતેરસના દિવસે સોનાના દાગીનાની ખરીદી કરી હતી. આ ઉપરાંત ખેડૂતોએ પણ મગફળીનુ વેચાણ કર્યા બાદ સોના-ચાંદીના દાગીના ખરીદવાનું મન બનાવી લીધું હતું. જેના કારણે ધનતેરસના પવિત્ર દિવસે શનિવારે બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઇડર સહિતના વિસ્તારોમાં આવેલા સોની બજારમાં સારી ઘરાકી નિકળતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...