હિંમતનગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી:પર્યુષણ પર્વ પૂર્ણ થતા 24 તપસ્વીઓ સાથે શોભાયાત્રા​​​​​​​ નીકળી​​​​​​​, ભગવાનના રથના​​​​​​​ સારથી યુવાનો ​​​​​​​બન્યા

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં ગુરુવારે સાંજે વખારીયાવાડ મહાવીરસ્વામી જૈન દેસ્રાસરથી પર્યુષણ પૂર્ણ થતા 24 તપસ્વીઓ સાથે શોભાયાત્રા નીકળી હતી. સાથે મહાવીર સ્વામી ભાગવાનના રથના સારથી યુવાનો બન્યા હતા.

જૈન શ્વેતાંબર સમાજના પર્યુષણ પર્વ પૂર્ણ થતા હિંમતનગરના વખારીયાવાડમાં આવેલ મહાવીર સ્વામી જૈન શ્વેતાંબર દેરાસરથી 24 તપસ્વીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મહાવીર સ્વામી ભગવાનનો રથ હતો જેના સારથી જૈન સમાજના યુવકો બન્યા હતા. તો તપસ્વીઓ સાથે નીકળેલ શોભાયાત્રા ખાડિયા, જુના બજાર થઈને ટાવર ચોકમાં આવી હતી. જ્યાંથી બગીચા વિસ્તારમાં મલ્લીનાથ દેરાસર પહોચી હતી. જ્યાં દર્શન બાદ શોભાયાત્રા આંબાવાડી અન્ડરબ્રીજ થઈને મહાવીરનગર ચાર રસ્તે થઈને શાંતિનાથ જૈન દેરાસર પહોચી હતી. જ્યાં મહારાજ સાહેબના આશીર્વચન લઈને પરત ટાવર થઈને નિજ મંદિર પહોચી શોભાયાત્રા પૂર્ણ થઇ હતી.

આ તપસ્વીઓ સાથે નીકળેલી શોભાયાત્રામાં સાધુ-સાધ્વીજી ભગવંત, સકલ સંઘો જોડાયા હતા. તો જૈન સમાજના ભાઈઓ અને બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...