સમૂહલગ્ન:31 મી જાન્યુઆરીએ 36 વર્ષ બાદ 42 ચૌધરી સમાજના 36 નવયુગલો લગ્નગ્રંથીથી જોડાશે

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભદ્રેસરના નરસિંહભાઈ કેશરભાઈ તરફથી અઢી લાખ દાનની જાહેરાત

સાબરકાંઠામાં હિંમતનગર તાલુકાના ખેડથી ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા સુધીના પંથકમાં સમૂહ લગ્ન આજદિન સુધી શક્ય બન્યા ન હતા પરંતુ ઈડરના ચિત્રોડાના એક વ્યક્તિની મુહીમને પગલે 42 ગામ વતી એક કોર કમિટીના અથાગ પરિશ્રમના પગલે આગામી 31મી જાન્યુઆરીએ 42 ચૌધરી સમાજના 36 જેટલા નવયુગલો મંગલ પરિણયમાં જોડાશે આ તબક્કે ઇડરના કાનપુરમાં ગત રોજ તમામ નવદંપતીઓના માતા પિતા સહિત વિવિધ ગામોના જવાબદારોની બેઠક બોલાવાઈ હતી. જેમાં ભદ્રેશ્વર ગામના એન.આર.આઈ નરસિંહભાઈ કેશુભાઈ તરફથી અઢી લાખ રૂપિયાની દાનની જાહેરાત પણ કરાઈ છે.

હિંમતનગર, ઇડર, વડાલી તેમજ ખેડબ્રહ્મા વિસ્તારમાં આજદિન સુધી સમૂહ થઈ શક્યા નથી જોકે 36 વર્ષ પહેલાં આ પંથકમાં એક મુહીમ શરૂ કરાઈ હતી પરંતુ સામાન્ય સમસ્યાઓના પગલે વાત વિસરાઈ ચૂકી હતી ત્યારે ઈડરના ચિત્રોડાના વતની દ્વારા સમૂહ લગ્નોત્સવ મામલે હોટલ બેઠકમાં 8 જેટલા શિક્ષક સહિત આગેવાનો સાથે રજૂઆત કરતાં તમામ લોકોએ સહમતી બતાવતા 42 ગામની કોર કમિટી બનાવી સમાજના હિંમતનગરના ખેડથી લક્ષ્મીપુરા ખેડબ્રહ્મા સુધીના ગામોમાં 132 થી વધારે બેઠકો કરાઈ છે.

ત્યારે ગુરુવારે કાનપુરમાં સમૂહ લગ્નઉત્સવમાં જોડાનાર નવયુગલના માતા પિતા સહિત ગામના જવાબદારો હાજર રહ્યા હતા. ત્યારે ભદ્રેશ્વર ગામના નરસિંહભાઈ કેશરભાઈ પણ ખાસ હાજર રહ્યા હતા તેમની લગ્નના ખોટા ખર્ચાઓથી દૂર રહી વિદેશમાં અભ્યાસની મહત્તા સમજાવી હતી. તેમજ દિન પ્રતિદિન વધતા જતા ખર્ચાઓ સામે એક મત થવા આહવાન કર્યું હતું સાથોસાથ 2,51,000 નું દાન આપવાની પણ જાહેરાત કરી હતી.

જોકે આ સમૂહ લગ્નોત્સવમાં સૌથી વિશેષ ફાળો ભાણપુરના સમરસ સરપંચ તેમજ લગ્ન સમિતિના પ્રમુખ દલજીભાઈ પટેલ તેમજ ઝુમસર ગામના સમરસ સરપંચ તેમજ મંત્રી નરેશભાઈ પટેલ સહિત મુડેટી ગામના મોઘજીભાઈ પટેલ અને કાનપુર ગામના રમણભાઈ પટેલ તેમજ ગોરલ ગામના મોહનભાઈ પટેલ સહિત સમગ્ર કોર કમિટીની રહ્યો છે જેમને સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા દિવસ રાત એક કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...