કોરોના સંક્રમણ:સાબરકાંઠા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 100 ને પાર, વધુ 20 સંક્રમિત

હિંમતનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં 13, ખેડબ્રહ્મામાં 04, ઇડર, પ્રાંતિજ અને તલોદમાં 1-1 કેસ

સા.કાં. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 100 ને પાર થઇ ગઇ છે. જિલ્લામાં ગુરૂવારે વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે 09 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા 102 એક્ટિવ કેસ થયા છે. 20 પોઝિટિવ કેસમાંથી હિંમતનગરમાં 13, ખેડબ્રહ્મામાં 4, ઇડર, પ્રાંતિજ અને તલોદમાં 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે જેમાં 13 પુરૂષ અને 7 મહિલા છે.

20 સંક્રમિતોમાંથી હિંમતનગર તાલુકાના પ્રેમપુરમાં 60 વર્ષીય પુરૂષ અને 55 વર્ષીય મહિલા, જીએમઇઆરએસ કેમ્પસ ક્વાર્ટર ખાતે 19 વર્ષીય યુવક, દેધરોટામાં 60 વર્ષીય મહિલા, સંતનગરમાં 45 વર્ષીય મહિલા, દેરોલમાં 65 વર્ષીય મહિલા અને 11 વર્ષીય બાળક, પાણપુરમાં 17 વર્ષીય કિશોર, રૂપાલમાં 50 વર્ષીય પુરૂષ, વિરાવાડામાં 21 વર્ષીય પુરૂષ અને 65 વર્ષીય પુરૂષ, હડીયોલમાં 47 વર્ષીય પુરૂષ, રતનપુરમાં 56 વર્ષીય પુરૂષ, ઇડરના દાવડમાં 50 વર્ષીય પુરૂષ, ખેડબ્રહ્માના ચાંપલપુર સ્કૂલ નજીક 22 વર્ષીય પુરૂષ, સ્વામિનારાયણ મંદિર પાછળના વિસ્તારમાં 42 વર્ષીય પુરૂષ, ખેડબ્રહ્માની પટેલ ફળીમાં 40 વર્ષીય મહિલા, ભારમીયામાં 55 વર્ષીય મહિલા, પ્રાંતિજના દલપુરમાં 21 વર્ષીય મહિલા અને તલોદની આનંદ પાર્ક સોસા.માં 42 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

એપેડેમીક ઓફીસર ર્ડા. પ્રવીણ ડામોરે વિગત આપતાં જણાવ્યું કે 20 સંક્રમિતો પૈકી 05 વ્યક્તિઓએ વેક્સિનના ત્રણ-ત્રણ, 13 વ્યક્તિઓએ બબ્બે અને એક વ્યક્તિએ એક ડોઝ લીધો છે. જ્યારે રૂપાલના 50 વર્ષીય પુરૂષે વેક્સિન લીધી નથી. તમામ હોમ આઇસોલેશનમાં સારવારમાં છે.

અન્ય સમાચારો પણ છે...