કાર્યવાહી:હિંમતનગરના હાથરોલ ગામમાં દબાણ મામલે કાર્યવાહી ન કરતાં પં.ને નોટિસ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 વર્ષ અગાઉ માપણી કરાવી દબાણ હોય તો 15 દી'માં દૂર કરવા જાણ કરી હતી
  • લેઆઉટ પ્લાનની યોગ્ય ચકાસણી કર્યા વગર બિનખેતી હુકમ થયો હોવા અંગે ફરિયાદ કરતાં TDO એ 10 દિવસમાં કાર્યવાહી કરવા ગ્રા. પં.ને નોટિસ ફટકારી

હિંમતનગરના હાથરોલમાં વર્ષ 2010માં લેઆઉટ પ્લાનની યોગ્ય ચકાસણી કર્યા વગર બિનખેતી હુકમ થયો હોવા અંગે ફરિયાદ થયા બાદ ટીડીઓએ જે તે સમયે પંચાયતને માપણી કરાવી તથ્ય જણાય તો 15 દિવસમાં દબાણ દૂર કરવા પંચાયતને જાણ કર્યાને એક બે વર્ષ વિતવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ટીડીઓએ ગંભીર નોંધ લઈ 10 દિવસમાં માપણી શીટ તૈયાર કરાવી દબાણ નક્કી થાય તો ખુલ્લું કરવા નોટિસ આપી છે.

હાથરોલના સર્વે નંબર 18 ના વર્ષ 2010માં થયેલ બિનખેતી હુકમ અને લે આઉટ પ્લાન યોગ્ય ચકાસણી વગર મંજૂર કરાયા હોવા અંગે ફરિયાદ થયા બાદ હિંમતનગર ટીડીઓએ હાથરોલ પંચાયતને ડી.આઈ.એલ.આર કચેરી મારફતે માપણી કરાવવા માપણી ફી ભરી ગામતળ સર્વે નંબર 26 પૈકીના હદ નિશાન નક્કી કરવા અને સર્વે નંબર 18ના બિનખેતી સર્વે નંબરની માપણી કરાવી દબાણ જણાય તો દબાણ દૂર કરવા 15 દિવસની મહેતલ આપી હતી

પરંતુ આ પત્રને પણ દર કિનાર કરી પંચાયત દ્વારા એક વર્ષ જેટલો સમય વિતવા છતાં કોઈ કાર્યવાહી કરાઇ ન હતી. અરજદાર દ્વારા ફરીથી રજૂઆત થતા ટીડીઓએ ગંભીર નોંધ લઈ તા.01-09-22 ના રોજ પંચાયતને નોટિસ આપી 10 દિવસમાં ડીઆઈએલઆર કચેરી મારફતે માપણી શીટ તૈયાર કરાવી દબાણ નક્કી થાય તો દબાણ ખુલ્લું કરવા અને આમ કરવામાં કસૂરવાર ઠરશો તો તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરજ પડવાની નોટિસ આપી છે.

અન્ય સમાચારો પણ છે...