કામગીરી:માલીવાડામાં ડે.સરપંચના ભાઇ સહિત પાંચને નોટિસ

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે કબજેદારોને નોટિસો આપવાનું યથાવત
  • સરકારી જમીનમાં દુકાનો, સાબુની ફેક્ટરી બનાવી દેવાઇ

માલીવાડા પંચાયતમાં ગેરકાયદે અને શંકાસ્પદ કબ્જેદારોને નોટિસો આપવાનો સીલસીલો જારી રહ્યો છે અને પંચાયતે ડેપ્યુટી સરપંચના ભાઇ અને ભત્રીજા સહિત વધુ 5 કબ્જેદારોને સરકારી જમીનમાં બાંધકામ કરી ભોગવટો કરવા અંતર્ગત માલિકીના આધાર પુરાવા રજૂ કરવા નોટિસ આપી તાકીદ કરી છે. હિંમતનગર શહેરને અડીને આવેલ માલીવાડા પંચાયતનો સીમાડો હિંમતનગર - વિજાપુર રોડને અડે છે કિંમતી જમીનો પર ગેરકાયદે બાંધકામો થયાની લાંબા સમયથી બૂમ ઉભી થઇ છે. માલીવાડા પંચાયત દ્વારા અત્યાર સુધીમાં શંકાસ્પદ બાંધકામો - કબ્જેદારોને 120 જેટલી નોટિસોની બજવણી થઇ ગઇ છે.

પંચાયત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ડેપ્યુટી સરપંચના ભાઇ શકુરભાઇ કાસમભાઇ કણીયાને સરકારી જમીનમાં બે દુકાનો બનાવતા, ભત્રીજા જાફરભાઇ જબ્બારભાઇ કણીયાના સરહિંદ ઓટો ગેરેજ અને એવન સાબુની ફેક્ટરી તથા હાઇવે રોડ પર આવેલ જનતા ફર્નિચરને નોટિસ અાપી માલિકીના આધાર પૂરાવા રજૂ કરવા જાણ કરાઇ છે. કુલ 120 નોટિસો પૈકી માત્ર 39 કબ્જેદારો અે અત્યાર સુધીમાં આધાર પૂરાવા રજૂ કર્યા છે જેની અધિકૃતતા અંગે ચકાસણી માટે તાલુકા પંચાયત માં મોકલી અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...