ધોરણ 12 સાયન્સનું પરિણામ:ધો.12 સાયન્સમાં ઉત્તર ગુજરાતનું 70.49% પરિણામ, A1 ગ્રેડમાં 21, 2 વર્ષમાં 21 ગણો વધારો, વર્ષ 2020માં એક જ વિદ્યાર્થી હતો

હિંમતનગર, મોડાસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બંને જિલ્લામાં 7 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ; સા.કાં.માં સૌથી વધુ પરિણામ તલોદનું 68.86% ,અરવલ્લીમાં સૌથી વધુ પરિણામ મોડાસાનું 63.60 %

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું ઉત્તર ગુજરાતનું સરેરાશ પરિણામ 70.49 ટકા આવ્યું છે. ઉ.ગુ.માંથી 13,831 વિદ્યાર્થીઓમાંથી 9745 પાસ અને 3786 નાપાસ થયા છે. કોરોનાના કારણે વર્ષ 2021માં બોર્ડની પરીક્ષા લેવાઇ ન હોઇ માસ પ્રમોશનમાં 100 ટકા પરિણામ અપાયું હતું. આ વર્ષે લેવાયેલી પરીક્ષામાં ઉ.ગુ.ના 21 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ હાંસલ કર્યો છે.

વર્ષ 2020માં એ-1 ગ્રેડ માત્ર મહેસાણાના એક જ વિદ્યાર્થી મેળવી શક્યો હતો. એટલે કે, બે વર્ષ પછી એ-1 ગ્રેડ મેળવનાર છાત્રોની સંખ્યામાં 21 ગણો વધારો નોંધાયો છે. ધો.12 સાયન્સમાં રાજ્ય કરતાં દોઢ ટકો ઓછું પરિણામ ધરાવતા ઉત્તર ગુજરાતમાં જિલ્લાવાર પરિણામ પર નજર કરીએ તો, સૌથી વધુ બનાસકાંઠાનું 78.55 ટકા, મહેસાણાનું 74.76 ટકા, પાટણનું 73.11 ટકા, સાબરકાંઠાનું 64.44 ટકા અને અરવલ્લી જિલ્લાનું 61.57 ટકા પરિણામ આવ્યું છે. વર્ષ 2020માં ઉ.ગુ.નું સરેરાશ 71.65 ટકા પરિણામ હતું, જે જોતાં આ વર્ષે 1.16 ટકા ઘટી 70.49 ટકા નોંધાયું છે.

ધો-12 વિ.પ્ર.ની માર્ચમાં લેવાયેલ પરીક્ષાનું પરિણામ ગુરૂવારે જાહેર થતાં જેમાં સાબરકાંઠાનું 64.44 ટકા અને અરવલ્લીનું 61.57 ટકા સરેરાશ પરિણામ જાહેર થયું હતું. જે બે વર્ષ અગાઉની સરખામણીએ 2 ટકા જેટલુ નીચુ રહ્યુ હતુ. વર્ષ 2020 માં એકપણ વિદ્યાર્થીને એ-1 કેટેગરીમાં સ્થાન મળ્યુ ન હતુ. જ્યારે આ વર્ષે બંને જિલ્લાના 07 વિદ્યાર્થીઓએ એ-1 કેટેગરીમાં સ્થાન મેળવ્યુ છે.

ગત માર્ચમાં ધો-12 વિજ્ઞાન પ્રવાહની લેવાયેલ બોર્ડની પરીક્ષાનું ગુરૂવારે પરિણામ જાહેર થયું હતું. સવારે ઓનલાઈન પરિણામ જાણવાનો પ્રયાસ કરનાર વિદ્યાર્થી- વાલીઓ સર્વર વ્યસ્ત રહેતા 15 મિનિટ પછી પરિણામ જાણી શક્યા હતા અને એકંદરે પરિણામ સરેરાશ જેવું આવતા વિદ્યાર્થીઓ નિરાશ થયા હતા. વર્ષ 2021 માં બધા વિદ્યાર્થીઓને પાસ કરાયા હતા. વર્ષ 2020માં સાબરકાંઠાનું 66.32 ટકા અને અરવલ્લીનું 62.26 ટકા પરિણામ આવ્યું હતું. તેની સામે ગુરૂવારે સાબરકાંઠાનું 64.44 ટકા અને અરવલ્લી જિલ્લાનું 61.57 ટકા પરિણામ જાહેર થયું હતું.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, વડાલી, ઇડર અને તલોદ પરીક્ષાકેન્દ્રો ઉપર નોંધાયેલ 2387 વિદ્યાર્થીઓ પૈકી 2368 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં એકપણ વિદ્યાર્થી કૃપા ગુણથી પાસ થયો ન હતો અને 861 વિદ્યાર્થી નાપાસ જાહેર કરાયા હતા. અરવલ્લીના મોડાસા, ભિલોડા પરીક્ષા કેન્દ્ર પર નોંધાયેલ 1529 વિદ્યાર્થીઓ પૈકી 1525 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા 590 વિદ્યાર્થી નાપાસ જાહેર કરાયા હતા. નોંધનીય છે કે સા.કાં. ના 02 અને અરવલ્લીના 05 વિદ્યાર્થીઓએ એ-1 કેટેગરીમાં સ્થાન મેળવ્યુ હતું. વિદ્યાર્થીઓ મહદ્દઅંશે નીટ અને જેઇઇની તૈયારીને જ વધુ મહત્વ આપતા હોય છે.

ઉત્તર ગુજરાતમાં 13,831 વિદ્યાર્થીઓમાંથી 9745 પાસ અને 3786 નાપાસ

  • 78.55% બનાસકાંઠા રાજ્યમાં 8મા ક્રમે
  • 74.76% મહેસાણા રાજ્યમાં 12મા ક્રમે
  • 73.11% પાટણ રાજ્યમાં 15મા ક્રમે
  • 64.44% સાબરકાંઠા રાજ્યમાં 23મા ક્રમે
  • ​​​​​​​61.57% અરવલ્લી રાજ્યમાં 26મા ક્રમે

​​​​​​​વર્ષ 2020માં ઉ.ગુ.નું પરિણામ 71.65 ટકા હતું, આ વર્ષે 1.16 ટકા ઘટી 70.49 ટકા નોંધાયું

કેન્દ્રનોંધાયેલઉપસ્થિતઉત્તિર્ણનાપાસટકાવારી
હિંમતનગર1063106069237165.28
ઇડર68467446122368.4
તલોદ2912891999268.86
વડાલી34934517417550.43
મોડાસા1306130583047663.60
ભિલોડા22322010911449.55

A1 ગ્રેડ, મહેસાણાના 6, બનાસકાંઠા-અરવલ્લીના 5-5, પાટણના 3, સાબરકાંઠાના 2 છાત્રો

જિલ્લોરજીસ્ટ્રેશનપરીક્ષાર્થીA1A2B1B2C1C2DE1નાપાસટકાવારી
બનાસકાંઠા421341785119481809971769127193178.55
મહેસાણા371937046102318544798844157095074.76
પાટણ1983168134314024635336280245473.11
સાબરકાંઠા23872368251150252409512150086164.44
અરવલ્લી152915255309718325829966159061.57

પાસ: બનાસકાંઠા 3282, મહેસાણા 2769, પાટણ 1229, સાબરકાંઠા 1526, અરવલ્લી 939
નાપાસ: બનાસકાંઠા 931, મહેસાણા 950, પાટણ 454, સાબરકાંઠા 861, અરવલ્લી 590

બનાસકાંઠામાં 5 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ; બનાસકાંઠાનું 78.55 ટકા પરિણામ'પાલનપુરનું 77.26 ટકા અને સૌથી ઓછું ડીસા કેન્દ્રનું 65.25 ટકા પરિણામ

બનાસકાંઠા જિલ્લાનું પાંચ કેન્દ્રોમાં 4178 છાત્રોએ પરીક્ષા આપી હતી. જે પૈકી A1માં 5,A2 માં 119, B1માં 481, B2 માં 809, C1 માં 971,C2 માં 769,D માં 127, E1માં1, NI ( નીડ ઇમ્પ્રુવમેંટ) માં 931 બાળકોનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લાના પાંચ કેન્દ્રો પૈકી સૌથી વધુ પરિણામ ભાભર કેન્દ્રનું 92.03 ટકા રહ્યું હતું, જે બાદ થરાદનું 85.02ટકા, ધાનેરાનું 80.61 ટકા, પાલનપુરનું 77.26 ટકા અને સૌથી ઓછું ડીસા કેન્દ્રનું 65.25 ટકા પરિણામ રહ્યું હતું. નોંધનીય છે કે 100 માર્કસના પેપરમાં 50 માર્કસ ઓએમઆરના કારણે જરૂરી પાસિંગ રેશિયો જળવાઇ રહ્યો છે. પણ 50 માર્કસના વર્ણનાત્મક જવાબોમાં ક્યાંક લખાણમાં વિદ્યાર્થીઓ આળસુ રહ્યા છે.

બનાસકાંઠામાં કેન્દ્રવાર પરિણામ

કેન્દ્રરજી.પરીક્ષાર્થીપાસનાપાસટકાવારી
ડીસા44744629115665.25
ધાનેરા4254233418480.61
પાલનપુર237523481,81456177.26
થરાદ5365344548285.02
ભાભર3673643353292.03

મહેસાણામાં 6 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ; જિલ્લામાં સૌથી વધુ ઊંઝાનું 85.79 અને સૌથી ઓછું મહેસાણા કેન્દ્રનું 66.34 ટકા પરિણામ

મહેસાણા જિલ્લામાં ધોરણ 12 સાયન્સમાં કુલ 3719 વિદ્યાર્થીઓ પૈકી 2769 પાસ થયા છે, જ્યારે 950 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જિલ્લામાંથી 6 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ પરિણામની સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં મહેસાણાના બે મળી કુલ 6 કેન્દ્રોના પરિણામ પર નજર કરીએ તો સૌથી વધુ ઊંઝા કેન્દ્રનું 85.79 ટકા અને સૌથી ઓછું મહેસાણા પૂર્વ અને પશ્ચિમ કેન્દ્રનું મળી 66.34 ટકા આવ્યું છે. મહેસાણાના બંને કેન્દ્રમાં કુલ 1364 વિદ્યાર્થીઓ પૈકી 905 પાસ થયા છે, જ્યારે 459 નાપાસ થયા છે. ગત વર્ષ 2021માં કોરોનાના કારણે બોર્ડ દ્વારા પરીક્ષા લેવાઇ નહોતી અને શાળાકીય પરીક્ષા આધારે મૂલ્યાંકન કરી ે પરિણામ જાહેર કરાયું હતું, જેમાં ઉ.ગુ.માં કુલ 156 છાત્રોએ એ-1 ગ્રેડ હાંસલ કર્યો હતો.

મહેસાણામાં કેન્દ્રવાર પરિણામ

કેન્દ્રરજી.પરીક્ષાર્થીપાસનાપાસટકાવારી
ઊંઝા1841831572785.79
કડી5975965009783.89
વિજાપુર4174163467183.17
પિલવાઇ1571571223577.71
ખેરાલુ3052952188773.9
મહેસાણા(પૂ)74374250124268
મહેસાણા(પ.)62162040421765.16

​​​​​​​

ગ્રેડ સ્થિતિ
ગ્રેડટકા
A191-100
A281-90
B171-80
B261-70
C151-60
C241-50
D33-40
E121-32
E220કે ઓછા

ઉ.ગુ.માં દરેક વિદ્યાર્થીને, BSc પ્રથમ વર્ષમાં પ્રવેશ મળી રહેશે, 65 કોલેજોમાં 10200 બેઠકો સામે 9745 છાત્રો પાસ થયા છે
ઉત્તર ગુજરાતમાં સાયન્સની 13 સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં 3000 અને 52 સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં 7200 બેઠક મળી કુલ 10,200 બેઠકો છે. જેની સામે ઉ.ગુ.માં 9745 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે પાસની સંખ્યા કરતાં પણ બેઠકોની સંખ્યા વધુ હોઇ દરેક વિદ્યાર્થીઓને બીએસસીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મળી શકશે.

સા.કાં.માં 2020 કરતાં -1.88% અને અરવલ્લીમાં -0.69% પરિણામ ઓછું

જિલ્લો20222020વધ-ઘટ
બનાસકાંઠા78.5576.62
મહેસાણા74.7678.17-3.41
પાટણ73.1174.92-2
સાબરકાંઠા64.4466-2
અરવલ્લી61.5762.26-1

પેપર ઓબ્ઝર્વરના મતે... કોવિડના કારણે એકંદરે પેપર સહેલાં હતાં, પણ છાત્રોની લખાણની પ્રેક્ટિસ છુટી ગયાનું લાગ્યું

​​​​​​​જવાબ લખવામાં પ્રસ્તુતિકરણ ઓછું થયું
ભૌતિક વિજ્ઞાનનું પેપર એવરેજ સરળ હતું. વર્ણનાત્મક જવાબોના મૂલ્યાંકનમાં જવાબોમાં યોગ્ય પ્રસ્તુતિકરણનો અભાવ જોવા મળેલો. કોરોનાના કારણે લખવાની ટેવ ઘણાને છૂટી હોઇ શકે. કેટલાક કિસ્સામાં જવાબને યોગ્ય રીતે રજૂ ન કરી શકતાં લખાણ કાચું જોવા મળ્યું. જોકે, હોંશિયાર વિદ્યાર્થીઓએ પરિણામમાં સ્કોર કર્યો છે. - પ્રશાંતભાઇ દરજી, શિક્ષક ભૌતિક વિજ્ઞાન

મોટાભાગના વિદ્યાર્થીઓનું લખાણ સારું હતું,ઘણાને 50માંથી 50 ગુણ છે
23 વર્ષથી ઉત્તરવહી મૂલ્યાંકન કાર્યમાં આ વખતે રસાયણ શાસ્ત્ર (કેમેસ્ટ્રી)માં વિદ્યાર્થીઓનું લખાણ સારું જોવા મળ્યું. પેપર સાવ સહેલું હતું. મૂલ્યાંકનમાં 50 માંથી 50 માર્કસ ઘણા વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. - આર.કે. પટેલ, શિક્ષક રસાયણ શાસ્ત્ર

જનરલ ઓપ્શન મળતાં હોંશિયારે સ્કોર કર્યો
જીવવિજ્ઞાનમાં અગાઉ પ્રશ્નપત્રોમાં બે પ્રશ્ન પૈકી એક પસંદ કરીને ઉત્તર લખવાનો આવતો. આ વખતે જનરલ ઓપ્શન આપેલો. ઉદાહરણ તરીકે 9માંથી 6 લખો. આમ છતાં આ ફાયદો મોટાભાગે હોંશિયાર વિદ્યાર્થીઓ જ લખાણમાં લઇ શક્યા છે. એવરેજ ઘણા વિદ્યાર્થીઓ લખાણમાં આળસુ પણ લાગ્યા. ક્યાંક લખાણમાં ચોકસાઇનો અભાવ ધ્યાને આવ્યું છે. વિદ્યાર્થીઓમાં કોરોનાના કારણે લખાણનો મહાવરો જળવાયો નથી એવું લાગી રહ્યું છે. - ર્ડા. ધમેન્દ્રભાઇ પટેલ, શિક્ષક જીવવિજ્ઞાન

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...