હિંમતનગરમાંથી SOGએ 35 ગ્રામ (MD) ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. નવ આરોપીઓની ધરપકડ કરી અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. બી ડીવીઝન પોલીસે 10 આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
35 ગ્રામ (MD) ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડ્પાયા
જીલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાએ જણાવ્યું કે, હિંમતનગરના સબજેલ આગળથી જૂની સિવિલથી મહેતાપુરા જતી મોપેડ GJ-09-DD 5591 ઉપર માદક પદાર્થ લઈને બે જણા જઈ રહ્યા છે. જેને લઈને SOGના પી.એસ.આઈ. જી.એસ.સ્વામી સહીત સ્ટાફે વોચ રાખી સબજેલ આગળ મોપેડ કોર્ડન કરી ચાલક હિંમતનગરના મોહમદ કાબીલ ચોરીવાલા અને પાછળ બેસેલ કૃણાલ રજનીકાંત પંચાલને પકડી લીધા હતા. તેમની પાસે ખિસ્સામાંથી માદક પદાર્થ મેફાડ્રોન (MD)નો 35 ગ્રામ જથ્થો કીમત રૂ.3 લાખ 50 હજાર મળી આવ્યું હતું.
10 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ માદક પદાર્થનો જથ્થો હિંમતનગરના ચાંદનગરમાં રહેતા લાલા કુરેશી તથા રાજસ્થાનના કોટડા છાવણી ખાતે રહેતા સમુનખાન પઠાણે હિંમતનગરમાં વેચાણ માટે આપેલ હતો. MD ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે આરોપીઓ હિંમતનગરમાં રહેતા જુદા જુદા તેમના ગ્રાહકોને આપવાનું હતું. તમામ 10 આરોપીઓ પૈકી હિંમતનગરના નવ આરોપીઓને SOGએ ઝડપી લીધા હતા. કોટડા છાવણીનો એક ફરાર થઇ ગયો હતો. હિંમતનગર બી ડીવીઝન પોલીસે NDPS એક્ટ મુજબ 10 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
MDને રજ્જોનો કોડવર્ડ આપ્યો
સાબરકાંઠા SOGના પીઆઈ પ્રહલાદસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હિંમતનગરમાં MDને કોડવર્ડ તરીકે રજ્જો કહે છે. વેચનાર અને ખરીદી કરનારા લોકો તો ઉપયોગ કોઈ ગુટખામાં મિક્ષ કરીને તો કોઈ દાંતમાં લગાવી, સુંઘી એમ અલગ અલગ રીતે યુવાનો નશો કરી રહ્યા છે.
પકડાયેલા આરોપીઓ
ફરાર આરોપી
કબજે કરેલ મુદ્દામાલ
આ રીતે થયો ડ્રગ રેકેટનો સમગ્ર પર્દાફાશ સાબરકાંઠા SP એ જણાવી સંપૂર્ણ વિગત
સાબરકાંઠા એસ.પી.એ જણાવ્યું કે પકડાયેલા બંને શખ્સોની પૂછપરછ હાથ ધરતાં બંને જણાએ એમ.ડી. ડ્રગનો જથ્થો શહેરના ચાંદનગરમાં રહેતા મહમંદ રફીક ઉર્ફે લાલો મહંમદ હનીફ કૂરેશી અને રાજસ્થાનના કોટડા છાવણીમાં રહેતા સમુનખાન પઠાણે વેચાણ માટે આપ્યો હતો અને આ માદક પદાર્થ હિંમતનગરના સોહીલ મોડાસીયા, નજફ સૈયદ, ટીલુ બાપુ, શ્રીપાલસિંહ રાઠોડ, સૌરભ સુથાર અને અબ્રાર અહેમદે મંગાવ્યાની કબૂલાત કરતાં તમામ 9 જણાંની અટકાયત કરી સમુનખાન પઠાણને પકડવા તજવીજ હાથ ધરાઇ છે.
સાબરકાંઠા પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ
1. 35 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) કિં.3,50,000
2. ત્રણ મોબાઇલ ફોન કિં.10,500
3. બે ડિઝિટલ ઇલેક્ટ્રીક વજનકાંટા કિં..200
4. હિરો કંપનીનુ ડ્યુએટ કિં.40,000
કુલ કબ્જે કરેલ મુદ્દામાલ કિ.રૂ.4,00,700
ડ્રગ માટે ‘ રજ્જો ’ કોડવર્ડ વપરાતો હતો
સાબરકાંઠા જિલ્લા એસઓજી પીઆઈ પ્રહલાદસિંહ વાઘેલાએ જણાવ્યું કે એમડી ડ્રગને રજનીગંધામાં મિલાવીને મોટાભાગના બંધાણીઓ નશા માટે ઉપયોગ કરી રહ્યા હતા અને ‘ રજ્જો ’ના કોડવર્ડથી ડ્રગનો કારોબાર ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
નશેડી યુવાધન માટે પરિવારો ચિંતિત, સ્વભાવ ચીડિયો બન્યો
એસ.ઓ.જી.એ ડ્રગનું વેચાણ કરનાર અને સપ્લાયરને ઝડપી લીધા બાદ ડ્રગનું સેવન કરતા 6 નશેડીઓને ઝડપી લેતા પરિવારો પર આભ તૂટી પડ્યુ છે. તેમના જણાવ્યાનુસાર તેમને ભનક પણ લાગી નથી કે સંતાન ડ્રગના રવાડે ચઢી ગયું છે બધામાં એક વસ્તુ કોમન જોવા મળી હતી કે પરિવારોએ તેમના સંતાનોનો સ્વભાવ ચિડિયો બની ગયાનું જણાવ્યુ હતું. ચોધાર આંસૂએ રડતા વાલીઓની સ્થિતિ પણ કડોડી બની છે.
11 મહિના અગાઉ 34 લાખનું ડ્રગ પકડાયું હતું
હિંમતનગરના પીપલોદી નજીક એક શોરૂમ આગળથી નવેમ્બર-2021 માં સાબરકાંઠા જિલ્લાની એસઓજીની ટીમે 348 ગ્રામ કિં.34.80 લાખનું એમડી ડ્રગ લઈને જઈ રહેલ પેડલર ઈરશાદ ખાન અયુબ ખાન પઠાણ (રહે. પતરાવાળી મસ્જિદની બાજુમાં ઝહીરાબાદ) ને પકડી પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.