ચૂંટણી 2022:સાબરકાંઠામાં બીજા દિવસે 35 અરવલ્લીમાં 22 ફોર્મનો ઉપાડો

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડામાં અને મોડાસામાં 1-1 ફોર્મ ભરાયાં

સાબરકાંઠામાં પ્રથમ દિવસે 25 ફોર્મના ઉપાડ બાદ શુક્રવારે બીજા દિવસે વધુ 35 ફોર્મનો ઉપાડ થયો હતો. જેમાં કોંગ્રેસે 10 અને આપે 7 તથા 14 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ લીધા હતા. અરવલ્લીમાં વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ તા. 10 નવેમ્બરે ઉમેદવારી ફોર્મ ઉપડવાનું શરૂ થયું હતું. જેમાં પ્રથમ દિવસે 22 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા હતા જ્યારે બીજા દિવસે 11 નવેમ્બરે 20 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા હતા. ભિલોડામાં અને મોડાસામાં 1-1 ફોર્મ ભરાયા હોવાનું નોંધાયું હતું.

સાબરકાંઠામાં સમાવિષ્ટ 4 મતદાર વિભાગમાં નોમિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે જેમાં બીજા દિવસે 35 ફોર્મ ઉપડ્યા હતા. જેમાં હિંમતનગરમાં કોંગ્રેસમાંથી 8, અપક્ષ 6 અને આમ આદમી પાર્ટીમાંથી 3 મળી કુલ 17,ઈડરમાં કોંગ્રેસમાંથી 2, ખેડબ્રહ્મામાં આપમાંથી 3, ભારતીય જન પરિષદમાંથી 3, અપક્ષ 4 મળી કુલ 10 અને પ્રાંતિજમાં અપક્ષ 4, આમ આદમી પાર્ટીમાંથી 1 અને રાઇટ ટુ રિકોલ પક્ષમાંથી 1 મળી કુલ 6 ફોર્મનું વિતરણ થયું હતું.

11 નવેમ્બરે ઉપાડેલા ફોર્મ અને ભરાયેલા ફોર્મની વિગત

બેઠકભિલોડા
ઉઠાવેલ ફોર્મ3
ભરાયેલ ફોર્મ1
બેઠકબાયડ
ઉઠાવેલ ફોર્મ3
ભરાયેલ ફોર્મ0
બેઠકમોડાસા
ઉઠાવેલ ફોર્મ14
ભરાયેલ ફોર્મ1
અન્ય સમાચારો પણ છે...