ફરાર આરોપી પોલીસના સકંજામાં:હિંમતનગરમાંથી NDPSના ગુનામાં નાસતો ફરતો શખ્સ પકડાયો; SOGએ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યો

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન NDPSના ગુનામાં નાસતા ફરતો આરોપી ઝડપીને જાદર પોલીસને સોંપ્યો હતો.

આરોપીને ઝડપીને જાદર પોલીસને સોંપાયો
આ અંગેની વિગત એવી છે કે SOGના સ્ટાફના કિરીટસિંહ રજનીકાંતસિંહ, ભાવેશકુમાર પસાભાઇ, અપેન્દ્ર્સિંહ નટવરસિંહ, દશરથભાઈ જેઠાભાઈ હિંમતનગરમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમીના આધારે જાદર પોલીસ સ્ટેશનામાં NDPSના ગુનામાં નાસતા ફરતા ભિલોડાના મલાસા ગામના ઋત્વિક પ્રવીણભાઈ પરમારને એસટી સ્ટેન્ડ આગળ રોડ પરથી ઝડપી લીધો હતો. આરોપીને ઝડપીને હિંમતનગર બી ડિવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. તો બી ડીવીઝન પોલીસે આરોપીને જાદર પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...