નામકરણ અને ઉદ્દઘાટન સમારંભ:હિમતનગરમાં ઇન્ડિયન રેડક્રોસના સોસાયટી એનેક્ષી-1નું નામકરણ અને નવીન બોર્ડ રૂમનું ઉદ્દઘાટન કરાયું

સાબરકાંઠા (હિંમતનગર)21 દિવસ પહેલા

ગુજરાતમાં રેડ ક્રોસ સોસાયટીના માનવતાવાદી અભિગમને આગળ વધારતા રવિવારે સાબરકાંઠાના હિંમતનગર ખાતે લાખો રૂપિયાના ખર્ચથી વધુ એક બિલ્ડીંગ સહિત વહીવટી ઓફિસનું ઉદ્દઘાટન અને નામકરણ ગુજરાત રેડક્રોસના ચેરમેન અજયભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. તો આગામી સમયમાં સમાજના છેવાડાના વ્યક્તિને ખાનગી સંસ્થાનો કરતા તદ્દન સામાન્ય ભાવે શ્રેષ્ઠ સેવા આપવાની રજૂઆત કરી હતી.

નામકરણ અને ઉદ્દઘાટન સમારંભ પ્રથમ હિંમતનગરમાં રેડક્રોસ ભવનમાં ચેરમેન અજયભાઈ પટેલ પહોચ્યા હતા, જ્યાં એનેક્ષી ૧ બિલીંગનું નામકરણ તકતી અનાવરણ કરી હતી. ત્યારબાદ પેથોલોજી લેબોરેટરીની તથા નવીન બોર્ડ રૂમ અને વહીવટી ઓફીસના ઉદ્દઘાટન તકતી અનાવરણ કરીને રીબીન કાપી હતી અને નવીન બનાવેલ લેબોરેટરી ,બ્લડ વિભાગની મુલાકાત લીધી હતી. આ સાથે હિંમતનગર રેડક્રોસના ચેરમેન ભુપેન્દ્રભાઈ શાહ, ઉત્તમભાઈ શાહ, અશોકભાઈ જૈન, દાતા નીલેશભાઈ દેસાઈ, સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ, જીલ્લા પ્રમુખ જે.ડી.પટેલ, સી.સી.શેઠ, રેડક્રોસના વાઈસ ચેરમેન વી.એ.ગોપલાણી, નલીનભાઈ પટેલ, ખજાનચી જીતુભાઈ પટેલ, નલીનભાઈ પટેલ, સજજનસિંહ જેતાવત, હરીશભાઈ વ્યાસ, ગોપાલસિંહ રાઠોડ, અમૃત પુરોહિત સહીત દાતાઓ અને શહેરના અગ્રણીઓ જોડાયા હતા.

હિંમતનગરના ડો. નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે નામકરણ અને ઉદ્દઘાટન સમારંભ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યમાં રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલ મુખ્ય મહેમાન હતા. જ્યાં હિંમતનગરમાં રેડક્રોસમાં રક્તદાન કરતા છ દાતાઓ જેમાં 75 વખત રક્તદાન કરનારા ડો.દિલીપ પુજારા, 74 વખત રક્તદાન કરનાર આશ્લેષ પંડ્યા, 61 વખત રક્તદાન કરનારા રાકેશ પટેલ, 55 વખત રક્તદાન કરનાર શ્રીપાલ શાહ, 51 વખત રક્તદાન કરનાર શ્રેણિક શાહ, 50 વખત રક્તદાન કરનાર કલ્પિત શાહનું અને રક્તદાન કેમ્પ કરનારા છ સંસ્થા જેમાં ઇડરનું ચિત્રોડા યુવક મંડળ, હિંમતનગર યુજીવીસીએલ કચેરી, સાબરકાંઠા યુવા ભાજપ મોરચા, સાબરકાંઠા શિયા ઝાફરી સમાજ, હિંમતનગર HDFC બેંક, હિંમતનગર વીર પ્રતાપ ફાઉન્ડેશનના પ્રમુખ અને પ્રતિનિધીઓને ચેરમેન અજયભાઈ પટેલના હસ્તે ટ્રોફી આપી સન્માન કરાયું હતું.

સમગ્ર રાજ્યમાં રેડક્રોસ સોસાયટી દ્વારા સમાજના છેવાડાના વ્યક્તિને મદદરૂપ થવાના ભાગરૂપે હિંમતનગર ખાતે લાખોના ખર્ચે નવીન બિલ્ડીંગ સહિત વહીવટી કામકાજ માટેની ઓફિસનું ગુજરાત રાજ્યના રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલના હસ્તે ઉદ્દઘાટન અને નામકરણ તબક્કે બોલતા અજય પટેલે જણાવ્યું હતું કે, રેડક્રોસ સોસાયટી દ્વારા માનવતાવાદી અભિગમને પ્રાધાન્ય આપવાની સાથે સાથે 33 જિલ્લાઓમાં તો સમાજના છેવાડાના વ્યક્તિને સરળતાથી લાભ મળી રહે તે માટેના વિશેષ આયોજન ધરાવે છે. જેમાં આગામી સમયમાં ખાનગી સંસ્થાનો કરતા પણ તદ્દન સામાન્ય ભાવે બ્લડ ડોનેશન આપવાની સાથોસાથ અંગદાન તેમજ અન્ય વિશે સેવાઓનો પણ પ્રારંભ કરાશે. જેનો લાભ છેવાડાના માનવીને મળી રહે તેવું આયોજન હાથ ધરાયું છે.

અન્ય સમાચારો પણ છે...