હિંમતનગરના ગાંભોઇ પોલીસે મોબાઈલ લોકેશન આધારે ગીતાંજલી યોક વરાછા સુરત જઇ આરોપીને ઓળખીને પુછપરછ કરતાં વૈભવસિંહ શિવસિંહ તોમર રહે વોડૅ નં. 7, લુટપુરા ચાર શહર કા નાકા ગ્વાલીયર મધ્યપ્રદેશનો હોવાનું જણાવેલું અને તેની પાસેથી ચોરીમાં ગયેલા વીવો કંપનીનો Y૩૦ તથા લીનોવા કંપનીનુ 580 લેપટોપ મળી આવેલું. જે તેને હિંમતનગરથી તલોદ રોડ પર આવેલા રામપુર ચોકડીની પાસે બેઠક હોટલ ઉપરથી ચોરી કરેલું હોવાની કબુલાત કરી હતી. તો આ અંગે હિંમતનગરના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં કાકરોલ ગામના ભૌમિકકુમાર મહેન્દ્રભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી.
ઝઘડો થતાં બે વિરુદ્ધ ફરિયાદ...
વિજયનગરના મિલન પોળો વિસ્તારમાં 2 માર્ચના રોજ રાત્રીના સુમારે મિલન પોળો હોટલ નજીક ચિતરીયા ગામના રહીશ અને સોની કામ કરતાં સિધ્ધાંત ઈશ્વરભાઈ લુહાર પોતાનું બુલેટ પાર્ક કર્યું હતું. દરમિયાન જીજ્ઞેશભાઈ વાલજી ડામોર, નરેન્દ્ર ઉર્ફે પોપટભાઈ કટારા અને સંજયભાઈ ડામોરે તેમનું બાઈક એકદમ આડુ કરતાં સિધ્ધાંત લુહારે રોકટોક કરી હતી બોલવાનું શરૂ કર્યુ હતું. ઉપરાંત સિધ્ધાંત લુહાર અને તેમના મિત્ર રોહિત ખરાડીને ગડદાપાટુનો માર મારી ઝઘડાની અદાવત રાખી બુલેટને નુકશાન પહોંચાડ્યું હતું. જેથી સિધ્ધાંત લુહારે ત્રણેય વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
ઝઘડાની અદાવત રાખી માર માર્યો...
ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સાબલી (પ્રતાપગઢ) ગામના ઈન્દાભાઈ વસ્તાભાઈ ભરવાડે નોંધાવેલી ફરિયાદ મુજબ થોડાક સમય અગાઉ તેમના મોટાભાઇ બાબુભાઇ સાથે થયેલા ઝઘડાની અદાવત રાખીને 8 માર્ચના રોજ બપોરના સુમારે અંકાલાથી ચિત્રોડા જતા રોડ પર અંકાલા ગામના જ હિરાભાઇ સોડાભાઇ ભરવાડ અને વાઘજીભાઇ વિરાભાઈ ભરવાડે લાકડીથી ઈન્દાભાઈ પર હુમલો કરી ગાળો બોલી હતી. તેમજ આ બંનેએ જવીબેનને પણ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇન્દાભાઈએ અંકાલાના બંને વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
એક્ટીવા ચાલકને માર માર્યો...
પ્રાંતિજના ભઠ્ઠીવાડામાં રહેતા ઈમરાન ઉર્ફે જાની કમરૂમીયા કુરેશી બારકોટ વિસ્તારમાંથી રવિવારે રાત્રીના સુમારે પોતાની દુકાનેથી એક્ટીવા લઈ ઘરે જતા હતા. ત્યારે બારકોટ વિસ્તારમાં રહેતા મેઝુલ્લાખાન મહમદભાઈ પઠાણે કહ્યું હતું કે, મારી સામે કેમ જુવે છે તેમ કહી ચાલુ એક્ટીવા પર લાકડી મારી ઈમરાન કુરેશીને એક્ટીવા પરથી પાડી દીધા હતા. તેમની ઉપર બેસી જઈ ફેંટો મારી હતી દરમિયાન ફરદીન રહીશખાન પઠાણ, અકબર મહમદભાઈ પઠાણ, સરતાજ પઠાણે ઉપરાણું લઈ આવી. ઈમરાન કુરેશીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી પહેરેલ કપડા ફાડી નાખી નુક્શાન પહોંચાડ્યું હતું. જેથી ઈમરાન કુરેશીએ ચારેય વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.