ફરિયાદ:તું ખરાબ ચારિત્રની છે કહી સાસુ-સસરાંએ ધક્કા મારી તગેડી મૂકી

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાલીના છાવણીમાં પરિણીતાને ત્રાસ આપતાં ફરિયાદ

વડાલીના વાસણ-છાવણીમાં ત્રણેક માસ અગાઉ તને છૂટાછેડા આપવાના છે સારા ચારિત્રની છે તું મને ગમતી નથી કહીં ત્રાસ ગુજારી કાઢી મૂક્યા બાદ વડાલી પોલીસમાં પતિ સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વડાલીના નારણપુરા (અરસામડા)ના લલીતાબેન વણઝારાના વાસણ-છાવણીના હિંમતભાઈ ભાવસિંગભાઈ વણઝારા સાથે પાંચેક વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્નના એકાદ વર્ષ પછી ઘરના કામકાજ બાબતે તેમજ તું સારા ચારિત્રની નથી તેમ કહી પતિ સાસુ તથા સસરા અવારનવાર મહેણા ટોણા મારી ત્રાસ ગુજારતા હતા. ગત તા.24-03-22 ના રોજ સાંજના સુમારે પતિ હિંમતભાઈ ઘેર આવ્યા હતા

અને મારે તને રાખવી નથી છૂટાછેડા આપી દેવા છે એમ કહી માર માર્યો હતો અને ફરીથી અમદાવાદથી પાછો આવું તે પહેલા અહીંથી જતી રહેજે નહીં તો જાનથી મારી નાખીશની ધમકી આપી હતી. તા.01-04-22ના રોજ હિંમતભાઈએ તેમના પિતા ભાવસિંગભાઈ વણઝારાને ફોન કરીને કહ્યું કે હું ઘેર આવું તે પહેલા મારી પત્નીને કાઢી મૂકજો જેથી સસરા ભાવસિંગભાઈ તથા સાસુ સીતાબેન વણઝારાએએ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકતાં વડાલી પોલીસે પતિ હિંમતભાઈ સસરા ભાવસિંગભાઈ ગોબરભાઇ વણઝારા અને સાસુ સીતાબેન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...