વિવાદ:ઓરડા ન બનાવતાં તલોદની મુધાસણા શાળાને તાળાબંધી

પુંસરી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીડીઓ અને ડીપીઓની સમજાવટને અંતે ગ્રામજનોએ તાળા ખોલ્યા

તલોદના મુધાસણાની પ્રાથમિક શાળામાં ઓરડા ન હોવાના કારણે બાળકોને ચાલુ વરસાદે છત્રીના સહારે મધ્યાહન ભોજન લેવું પડ્યુ હતું. ઉનાળામાં પંચાયતના હોલમાં બેસી ભણવું પડતું હતું. ઓરડા ન બનાવતાં ગ્રામલોકો દ્વારા શાળાને તાળાબંધી કરતાં ટીડીઓ અને ડીપીઓ પહોંચ્યા હતા. શાળાના એસએમસી સભ્ય ગ્રામજનો વગેરેને આચાર્યની બેદરકારીના કારણે જે સુવિધા ઉભી થઈ છે તે બદલ આચાર્યની બદલી કરવા માંગ ઉઠી હતી. દરમિયાન બાળકોનું ભવિષ્યના બગડે તે માટે સમજાવટ બાદ તાળું ખોલી બાળકોને પ્રવેશ અપાયો હતો તેવું પૂર્વ સરપંચ રાઠોડ સોમસિંહ રતનસિંહે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...