તપાસ:બે થી વધુ ચંદનચોરો પોલીસના રડાર ઉપર, ઇડર પંથકમાં પોલીસની ધોંસ વધતા ચંદનચોરો ગાયબ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠા પોલીસે રાજસ્થાનમાં પણ ધોંસ વધારી

ઇડરના વસઈમાં અને આજુબાજુમાં ચંદન તસ્કરોએ રાડ પડાવી દીધા બાદ પોલીસે ધોંસ વધારી દીધી છે અને ચંદનચોર બનાસકાંઠા તરફ ગાયબ થઇ ગયા છે જોકે, બે થી વધુ વીરપ્પન રડાર પર હોવાનું અને પોલીસ મોકાની રાહ જોઇ રહી હોવાનું વિશ્વસ્ત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. પોલીસે રાજસ્થાનમાં પણ ધોંસ વધારી છે.

વસઇ ગામ અને આજુબાજુનાં વાંઘા કોતરો ખેતરોમાં અસંખ્ય ચંદનના વૃક્ષ છે. ચંદનની ખેતી કરેલા ખેતરમાંથી ચોરી થાય છે ત્યારે ફરિયાદ નોંધાય છે અને કુદરતી રીતે ખેતરના શેઢાથી દૂર, વાઘા કોતરોમાં ઉગી આવેલ ચંદનની તસ્કરી થવાના કિસ્સામાં ફરિયાદ નોંધાતી નથી પરંતુ પોલીસ સંજ્ઞાન જરૂર લે છે. તાજેતરમાં વસઈ પંથકમાંથી 19 થી વધુ ચંદનના વૃક્ષોની તસ્કરી થતાં ચેલેન્જીંગ જોબ માટે પોલીસે ધોંસ વધારી છે અને ઝીણામાં ઝીણી વિગતોનું પૃથ્થકરણ શરૂ કર્યું છે.

ચંદન તસ્કરીના તાર રાજસ્થાન સાથે જોડાયેલા અને તેમને ટીપ આપનાર આંતરરાજ્ય ખેત મજૂરોની ભૂમિકા શંકાસ્પદ બની રહી છે. કૂવા પર મહેમાન ગતિ આવતા આ શખ્સો ચંદન તસ્કરી ને અંજામ આપી સરળતાથી પલાયન થઈ જાય છે. પોલીસની ધોંસ વધવાની સાથે ચંદન તસ્કરો બનાસકાંઠા તરફ ગાયબ થઇ ગયા છે. જોકે, બે થી વધુ વીરપ્પન રડાર પર હોવાનું અને પોલીસ મોકાની ફિરાકમાં હોવાનું વિશ્વસ્ત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને આગામી સમયમાં ચંદનચોરીનો પર્દાફાશ થવાની આશા ઉજળી બની છે.

અન્ય સમાચારો પણ છે...