જો જો તમારી જોડે પણ આવુ ના થાય:ખેડબ્રહ્માના ગલોડીયાના શખ્સ સાથે ફેસબુકના માધ્યમથી ઓનલાઇન છેતરપીંડી, લોનની લાલચે બે લાખથી વધુ રૂપિયા ગયા

સાબરકાંઠા (હિંમતનગર)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્મા તાલુકાના ગલોડીયા ગામના એક વેપારીને લોન લેવા માટે ફેસબુક એકાઉન્ટ પર લીંક મોકલી લોન આપવાના બહાને રૂપિયા 2.39 લાખની રકમ બેંક ખાતામાં ભરાવી લોન નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગરમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્મા તાલુકાના ગલોડીયા ગામના વિનોદભાઇ સાંજાભાઇ પટેલના ફેસબુક એકાઉન્ટ પર લોન બાબતની જાહેરાતની લીંક કોઇ ઇસમે મોકલી હતી. જે લીંક ઓપન કરી રૂપિયા 5 લાખની લોન મેળવવા માટે વિનોદભાઇ પટેલે ધનીલોનના નામે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. ત્યારબાદ ધનીલોન ફાયનાન્સમાંથી બોલુ છું તેમ કહી કોઇ ઇસમે અવારનવાર વિનોદભાઇ સાંજાભાઇ પટેલનો સંપર્ક કરી વિશ્વાસમાં લઇ અલગ અલગ કારણો બતાવી રૂપિયા 2,39,080ની રકમ ઓનલાઇન ટ્રાન્જેકશન દ્વારા ભરાવ્યુ હતુ. પરંતુ લોનની રકમ ખાતામાં જમા ન કરાવતા ધનીલોનના બહાને ફેસબુકના માધ્યમથી ઓનલાઇન છેતરપીંડી કરી વિશ્વાસઘાત કર્યો હોવાનુ જણાતા વિનોદભાઇ સાંજાભાઇ પટેલે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગરમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...