દુર્ઘટના:હિંમતનગરના સરવણા ઓવરબ્રિજ નજીક લક્ઝરી પલટતાં 10 થી વધુ મુસાફરો ઘાયલ

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 મુસાફરોને વધુ ઇજા હોવાથી સારવારમાં ખસેડાયા, ઇજાગ્રસ્તો અમદાવાદ અસારવાના

હિંમતનગર-શામળાજી હાઇવે પર આવેલ સરવણા ઓવરબ્રિજ પાસે શનિવારે મળસ્કે ત્રણેક વાગે રેલવે ઓવરબ્રિજના માર્ગ પરથી લક્ઝરી પલટી જતાં 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા. તે પૈકી 5 મુસાફરોને વધુ ઇજાઓ થઇ હોવાથી સારવાર અર્થે ખસેડાયા હતા. તમામ ઇજાગ્રસ્તો અમદાવાદના અસારવા વિસ્તારના હોવાનું જાણવા મળી રહ્યું છે.

હિંમતનગર શામળાજી નેશનલ હાઇવેનું કામ મંથરગતિએ ચાલી રહ્યું છે અને હિંમતનગરના સરવણા રેલવે ઓવરબ્રિજ પર અવાર-નવાર ભારે વાહનો પલટી મારવાના બનાવ બની રહ્યા છે. શનિવારે મળસ્કે ત્રણેક વાગે શામળાજી તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ લકઝરી ઓવરબ્રિજ પસાર કરી નીચે ઊતરી રહી હતી તે દરમિયાન અગમ્ય કારણોસર લક્ઝરી બસ સાઇડમાં ઉતરી જઇ પલ્ટી મારી ગઇ હતી.

દરમિયાનમાં 108માં જાણ કરાઈ હતી. ડિસ્ટ્રિક્ટ મેનેજર જૈમિનભાઈ પટેલે જણાવ્યું કે હિંમતનગર ગાંભોઈ અને રણાસણ ની ત્રણ એમ્બ્યુલન્સ મોકલાઇ હતી. અસારવાના રાજેન્દ્રભાઇ કે. રાઠોડ ઉ.વ.57, સીતાબેન મકવાણા ઉ.વ.55, અજાણ્યો વ્યક્તિ ઉ.વ.36, શાંતાબેન વસાવા ઉ.વ.55 અને જીતેન્દ્ર અંબાલાલ ખાટીક ઉ.વ.22 ને વધુ ઈજાઓ હોવાથી ગાંભોઈ સીએચસી અને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...