પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું:સાબરકાંઠામાં મેઘ મહેર; ખેડવા જળાશયમાંથી 1000 ક્યૂસેક પાણી છોડાતા નદી કિનારાના 11 ગામોને સતર્ક કરાયા

સાબરકાંઠા (હિંમતનગર)4 દિવસ પહેલા
  • વડાલીમાં ચાર કલાકમાં ચાર ઇંચ તો ઇડરમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ નોધાયો

સાબરકાંઠા જીલ્લામાં ગુરુવારે દિવસ દરમ્યાન વડાલીમાં ચાર કલાકમાં ચાર ઇંચ તો ઇડરમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ નોધાયો હતો. વડાલીમાં ધોધમાર વરસાદ પડતા પાણી પાણી થઇ ગયું હતું. તો જીલ્લામાં આઠ તાલુકા પૈકી સાત તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તો તલોદ તાલુકો કોરોકટ રહ્યો હતો.

પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું
વડાલીમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને વડાલીનગરમાં પાણી પાણી થઇ ગયું હતું તો તાલુકા પંચાયત,તાલુકા સેવા સદન, પોલીસ સ્ટેશના અને સરકારી દવાખાન આગળ ઢીચણ સમા પાણી ભરાઈ ગયા હતા. વડાલીના નવાનગરથી યુનીવર્સીટી રોડ પર સમ્લેશ્વર તળાવમાં આવતા ક્ટર રોડ પાણીના પ્રવાહ પરના ગરનાળા પર ટ્રેસાઈડે ઉતરી જતા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું હતું. ખાલી ટ્રેક્ટર હતું પણ પાણીનો પ્રવાહ વધુ હોવાને લઈને ટ્રેક્ટર બહાર કાઢી શકાયું ન હતું.

ઇડરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું
ઇડરમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદને લઈને ઇડરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું સાથે રોડ પર પાણી વહેવા લાગ્યું હતું. ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને ઠંડક પ્રસરી હતી.સાબરકાંઠા જીલ્લામાં ગુરુવારે સવારે 6થી સાંજના છ વાગ્યા દરમિયાન આઠમાંથી સાત તાલુકામાં વરસાદ નોધાયો હતો. ઇડર 45મીમી, ખેડબ્રહ્મા 05મીમી, તલોદ 00 મીમી, પ્રાંતિજ 11 મીમી, પોશીના 08 મીમી, વડાલી 105 મીમી, વિજયનગર 27 મીમી અને હિમતનગર 03 મીમી વરસાદ નોધાયો હતો.

નદી કિનારાના 11 ગામોને સતર્ક કરાયા
​​​​​​​
ખેડબ્રહ્માના ખેડવા જળાશયમાં પાણીની આવક થતા 250 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેને નદી કિનારાના 11 ગામોને સતર્ક રહેવા અને નદીના પટમાં નહિ જવા મામલતદાર દ્વારા ગામના સરપંચ અને તલાટીઓને સુચના આપી છે. ખેડબ્રહ્માના બાસોલ, નવાનાના, ભૂતિયા, પરોયા, જગન્નાથપુરા, બોરડી, વરતોલ, ખેડબ્રહ્મા, વાસણા, પાદરડી, રુદ્રમાલા સહીતના 11 ગામોને સતર્ક કરાયા.

અન્ય સમાચારો પણ છે...