મતદાનના 48 કલાક સર્વેક્ષણ પ્રદર્શન નહીં:હિંમતનગર કલેક્ટર કચેરીમાં MCMC સમિતિના સભ્યોની બેઠક મળી; પેઇડ ન્યૂઝ અને સસ્પેક્ટેડ ન્યૂઝ અંગે માર્ગદર્શન તથા સૂચનો આપ્યા

સાબરકાંઠા (હિંમતનગર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર કલેક્ટર કચેરીમાં MCMC સમિતિના સભ્યોની બેઠક મળી હતી. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ના સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગુજરાત દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના એક્ઝિટ પોલ અને પુલ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા સંદર્ભે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. 12 નવેમ્બર સવારે 8 કલાકથી 5 ડીસેમ્બરને સાંજે 5:30 કલાક સુધી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓના સંદર્ભે પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે કે અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર પ્રસાર નહીં કરી શકે.

ચૂંટણી સંબંધી સર્વેક્ષણ પ્રદર્શિત ન કરી શકે
પોલ સંદર્ભે પ્રતિબંધિત આદેશો સ્પષ્ટ કરતા ગુજરાતના ચૂંટણી આયોગે જણાવ્યું છે કે, હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના મતદાનના દિવસે મતદાનનો સમય સમાપ્ત થાય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન કોઇપણ ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ ઓપિનિયન પોલ કે અન્ય મતદાન સર્વેક્ષણના પરિણામો સહિત ચૂંટણી સંબંધી કોઈપણ પ્રકારનું સર્વેક્ષણ પ્રદર્શિત કરી શકશે નહીં.

24 કલાક સતત મોનિટરીંગ
હિંમતનગર કલેક્ટર કચેરીમાં MCMC સમિતિના સભ્યોની બેઠક મળી હતી. જેમાં મુખ્યત્વે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા સમાચારો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉમેદવાર દ્વારા આપવામાં આવતી જાહેર ખબર તેમજ મીડિયામાં આવતા પેઇડ સમાચાર અંગે જે તે ઉમેદવારના ખર્ચમાં ગણતરી કરવાની થાય છે. તે અંગે સસ્પેક્ટેડ ન્યૂઝનું જિલ્લા માહિતી ખાતા દ્વારા રોજેરોજ નિરીક્ષણ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતી ચેનલોનું મીડિયા સેન્ટર ખાતે શિક્ષકો દ્વારા 24 કલાક સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

પેઇડ અને સસ્પેક્ટેડ ન્યૂઝ અંગે માર્ગદર્શન
અલગ અલગ ચેનલોના રજીસ્ટરમાં સસ્પેક્ટેડ ન્યૂઝનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં આચારસંહિતા અમલમાં આવી ત્યારથી કોઈ પેઇડ ન્યૂઝ અંગેના અહેવાલ પ્રસારિત થયા છે કે નહીં તે અંગેનો અહેવાલ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરે પેઇડ ન્યૂઝ અને સસ્પેક્ટેડ ન્યૂઝ અંગે માર્ગદર્શન અને સૂચનો કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...