• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Managers Of 515 Fair Price Shops In Sabarkantha, On Strike From Gandhi Jayanti, Will Submit A Petition To The Collector On The First Navratri Asking For Arrears.

સરકારને આપ્યું અલ્ટીમેટમ:સાબરકાંઠામાં 515 ફેર પ્રાઈઝ શોપના સંચાલકો ગાંધી-જયંતિથી હડતાળ પર, પ્રથમ નવરાત્રીએ પડતર માંગોને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપશે

સાબરકાંઠા (હિંમતનગર)10 દિવસ પહેલા

રાજ્ય ફેર પ્રાઈઝ શોપ દ્વારા પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. અગામી 2 જી ઓક્ટોમ્બરથી હડતાળ પર ઉતરવાની વાત કરી છે. ત્યારે સાબરકાંઠા જીલ્લામાં પણ 515 ફેર પ્રાઈઝ શોપ ગાંધી જયંતિથી બંધ થશે. તો પ્રથમ નવરાત્રીએ પડતર માંગણીઓને લઈને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. રાજ્ય સરકાર સામે છેલ્લા દોઢ મહિનાથી માંગણીઓના મુદ્દે આંદોલનો ચાલી રહ્યા છે. ત્યારે હવે સસ્તા અનાજના દુકાનદારો પર માંગણીઓને લઈને આવેદનપત્ર આપી હડતાળ પર ઉતરશે. સાબરકાંઠા જીલ્લામાં 515 ફેર પ્રાઈઝ શોપ આવેલી છે. જેના થકી 1 લાખ 98 હજાર 687 રેશનીગ કાર્ડમાં 9 લાખ 87 હજાર 212 લાભાર્થીઓને અનાજ મળે છે.

ગાંધી જયંતિથી અચોક્કસ મુદ્તની હડતાળ
અઢી વર્ષથી પડતર માંગણીઓ અને મુશ્કેલીઓનોને લઈને હવે સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલકો પણ વિતરણ વ્યવસ્થાથી અળગા રહી ગાંધીચીંધ્યા માર્ગે ગાંધી જયંતિથી અચોક્કસ મુદ્તની હડતાળ પર ઉતરવાના છે. આ અંગે સાબરકાંઠા જીલ્લાના ફેર પ્રાઈઝ શોપના પ્રમુખ વસંતભાઈ મોદીએ જણાવ્યું હતું કે, પ્રથમ જીલ્લાના દરેક તાલુકા મથકે મામલતદાર અને જીલ્લા મથકે કલેક્ટરને પ્રથમ નવરાત્રીને સોમવારે પડતર માંગણીઓમાં પોષણક્ષમ વળતર, અન્ય ખર્ચ, વિતરણ ઘટ, રીકવરી પરિપત્રમાં સુધારો કરવાની બાબત સહિતની વિવિધ સ્તરે પડતર માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે.

વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે
જો તાલુકા પ્રમાણે જોઈએ તો ખેડબ્રહ્મા-54, વિજયનગર-40, વડાલી-40, ઇડર-104, હિંમતનગર-123, પ્રાંતિજ- 58, તલોદ-56, પોશીનામાં 40 ફેર પ્રાઈઝ શોપ આવેલી છે. તો રાજ્ય સરકારના આદેશ અનુસાર 515 દુકાનદારો 2 જી ઓક્ટોમ્બરથી પડતર પ્રશ્નોના ઉકેલ મુદ્દે વિતરણ વ્યવસ્થાથી અળગા રહી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે.

અન્ય સમાચારો પણ છે...