હિંમતનગર રેલવે પોલીસે તા.14-11-22ના રોજ અસારવા ડુંગરપુર ડેમુ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ શખ્સ પાસે સિગારેટ અને તમાકુના અસંખ્ય પેકેટ જોતાં શંકાને આધારે તેની પૂછપરછ કરતા ખરીદીના કોઈ બિલ મળી આવ્યા ન હતા કે જીએસટી ભર્યો હોય તેવું ન જણાતા અને અમદાવાદના જીગરકુમાર દીલીપભાઇ વોરા નામના શખ્સે કબૂલ કરી લીધા બાદ રેલવે પોલીસે જીએસટી વિભાગને જાણ કરી હતી . આ શખ્સ પાસેથી અંદાજે રૂપિયા 65000 થી વધુ ના 600 પેકેટ સિગારેટ અને 30 પેકેટ તમાકુનાં બિલ વગરના મળી આવ્યા હતા.
સ્ટેટ જી.એસ.ટી વિભાગને કરચોરીના મુદ્દામાલ સહિત આ શખ્સને સોંપવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે ઇન્ટરસ્ટેટ રેલ સેવા શરૂ થતાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓની હેરાફેરી વધ્યાની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે. જીએસટી વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર જપ્ત કરેલ માલ છોડાવવા માટે રૂ. 76036 નો દંડ પણ ફટકારાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.