ચાઈનીઝ દોરી વેચી તો ગયા!:તલોદની સર્વોદય સોસાયટીમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો, પોલીસે ચાઇનીઝ દોરીના 48 રીલ જપ્ત કર્યો

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

તલોદની સર્વોદય સોસાયટીના મકાનમાં રહેતો એક શખ્સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે તલોદ પોલીસે કાર્યવાહી કરી હતી. ચાઇનીઝ દોરીના રીલ નંગ 48 સાથે શખ્સને ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે તલોદ પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર જયપાલસિંહ, મહેપાલસિંહ, નેહલકુમાર, અભિષેકભાઈ તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, સર્વોદય સોસાયટીમાં શુભમ સુરેશભાઇ પ્રજાપતિ પોતાના રહેણાંકના મકાનના પાછળના ભાગમાં ચાઇનીઝ દોરીનો વેપાર કરે છે. જેના આધારે પંચોને સાથે રાખી પોલીસે કાર્યવાહી કરી હતી. જે દરમિયાન શુભમ સુરેશભાઇ પ્રજાપતિ ચાઇનીઝ દોરી રીલ નંગ 48 કિંમત રૂપિયા 5,760ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. તલોદ પોલીસ મથકમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...