હિંમતનગરના બેરણા રોડ પર આવેલ વિરાટનગરમાં ઘર આગળ મૂકેલ મોટરની ચોરી કરનાર શખ્સને એડીવીઝન પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તા.14/05/22 ના રોજ રાત્રે અગિયારેક વાગ્યાથી તા.15/05/22 ના રોજ સવારે નવેક વાગ્યાના સમયગાળા દરમિયાન બેરણા રોડ ખાતે આવેલ વિરાટનગરમાં રહેતા રૂપેશભાઇ વસંતલાલ પંડ્યાના મકાનની આગળ ખૂલ્લી ચોપાડમાં મૂકેલ પાણીની ગ્રીનફ્લો કંપનીની ઇલેક્ટ્રીક સમ્બો મોટર ઇલેક્ટ્રીક વાયર તથા બોર્ડ સહિત કિં.રૂ.4 હજાર જીવા સ/ઓ બાબુલાલ કોદરભાઇ નિનામા (હાલ રહે. ગોકુલધામ સ્કીમ, બેરણા રોડ હિંમતનગર અને મૂળ રહે.
ચુંડાવાડા લામ્બાભાટડા તા. વિંછીવાડા ડુંગરપુર રાજસ્થાન) એ ચોરી કરી હોવાથી રૂપેશભાઇએ એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તા.15/05/22 ના રોજ સાંજે જીવા સ/ઓ બાબુલાલ કોદરભાઇ નિનામાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.