ફરિયાદ:મામાની ખબર પૂછવા ગયેલ પરિવારને મામાના બે દીકરાઓએ તલવાર મારી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલોદના બાલિસણા ગામમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

તલોદના બાલિસણામાં મામાની ખબર કરવા ગયેલ પરિવારને મામાના બે દીકરાઓએ તમે અહી શું કરવા આવ્યો છો કહી અપશબ્દો બોલી તલવારથી ઇજાઓ પહોંચાડી ગડદાપાટુનો માર મારતાં તલોદ પોલીસ સ્ટેશનમાં 2 જણાં વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.02-06-22 ના રોજ બપોરના આશરે બારેક વાગ્યે પ્રવિણસિંહ દિપસિંહ રાઠોડ તેમની પત્ની સપનાબેન, ભાભી સોનલબેન ચંદનસિંહ પરબતસિંહ રાઠોડ (રહે. સાદોલીયા તા. પ્રાંતિજ) મામા લાલસિંહ અમરસિંહ ઝાલા તથા ભાભી પરશનબેન શમરસિંહ રાઠોડ બીમાર હોઇ બંને જણાની ખબર લેવા બાલિસણા ગયા હતા.

જ્યાં મામાના દીકરા દિલુસિંહ બકુસિંહ ઝાલા તથા શેતાનસિંહ લક્ષ્મણસિંહ ઝાલા (બંને રહે. બાલીસણા) એ પ્રવિણસિંહને તમે અહી કેમ આવ્યા છો કહી અપશબ્દો બોલતા હોઇ અપશબ્દો બોલવાની ના પાડતા દિલુસિંહે ઘરમાંથી તલવાર લઇ આવી પ્રવિણસિંહને ડાબા પગના ભાગે ઊંધી તલવારના બે ફટકા મારતાં ઇજા થઇ હતી.

તેમજ જમણા પગે પણ લીસોટો થઇ ગયો હતો અને ડાબા હાથના ભાગે પણ ઊંધી તલવાર મારી હતી આ દરમિયાન શેતાનસિંહે પણ ગડદાપાટુનો માર માર્યો હતો. બૂમાબૂમ થતા આજુબાજુમાંથી સપનાબેન, સોનલબેન આવી ગયા હતા અને વધુ મારમાંથી છોડાવ્યા હતા ત્યારબાદ બંને જણા મારી નાખવાની ધમકીઓ આપી જતા રહ્યા હતા. પ્રવિણભાઇને તલોદ સિવિલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયા બાદ તલોદ પોલીસ સ્ટેશનમાં બંને સામે ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...