ઝારખંડ સરકારના આદેશને રદ કરવાની માંગ સાથે બુધવારે ખેડબ્રહ્મા શહેરના વિમલનાથ જૈન દેરાસર મંદિરથી નિકળેલી મહારેલીમાં સમસ્ત જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રાંત કચેરીએ જઇ અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતુ.
આમરણાંત ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી
ઝારખંડ સરકાર સામે જૈનો દ્વારા ભારે રોષ સાથે મહારેલી યોજવામાં આવી રહી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં મહારેલીના આયોજન બાદ ખેડબ્રહ્મા શહેરમાં પણ સમેત શિખરને પ્રવાસસ્થળ જાહેર કરવાના વિરોધમાં અને પાલિતાણાને વર્લ્ડ હેરીટેઝ જાહેર કરાતા ખેડબ્રહ્મા જૈન સમુદાયમાં આક્રોશ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ માર્ગો પર નિકળેલી મહારેલીમાં જૈન સમાજના ભાઇઓ, બહેનો તથા નાના બાળકો પણ મહારેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. વિમલનાથ મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી સુત્રોચ્ચાર પોકારી ઝારખંડ સરકારના આદેશને રદ કરવાની માંગ કરી હતી અને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને ઝારખંડ સરકાર પોતાના નિર્ણયો પરત ખેંચી લે. જો પાલિતાણા અને સમેત શિખરને પ્રવાસન સ્થળ જાહેર કરવાના નિર્ણયને પાછો ખેંચવામાં નહી આવે તો આમરણાંત ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.