પોલીસની બાજ નજર:હિંમતનગરની કમાન્ડ કંટ્રોલરૂમ દ્વારા 80 લોકોની ખોવાયેલ ચીજવસ્તુઓ પરત કરાઈ, નેત્રમ શાખાની સરાહનીય કામગીરી

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલા જીલ્લા પોલીસ વડા કચેરીમાં નેત્રમ શાખા આવેલી છે. જ્યાંથી હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી થકી નજર રાખવામાં આવે છે. ત્યારે અત્યાર સુધીમાં કમાન્ડ કંટ્રોલરૂમની મદદથી અંદાજીત 80થી વધુ લોકોની ગુમ થયેલી ચીજવસ્તુઓ શોધવામાં મદદ રૂપ થઇ છે. અને નેત્રમ શાખા દ્વારા તે ચીજસ્તુઓ તેમના માલિકોને પરત આપવામાં આવી છે. તેવું કમાન્ડ કંટ્રોલ શાખાના PSI આર.કે. રાવતે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. વર્ષ 2019થી નેત્રમ શાખા શરુ કરવામાં આવી હતી. અને અત્યાર સુધીમાં હિમતનગર શહેરમાં 80 લોકો માટે કમાન્ડ કંટ્રોલરૂમ મદદરૂપ થયો છે.

હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના અરજદાર મોહમદ અદનાન મનસુરી જે RTO રોયલ રેસેડેન્સીમાં રહે છે. જેઓ RTO સર્કલથી પોસ્ટ ઓફીસ જવા માટે રીક્ષામાં બેઠા હતા. અને પોસ્ટ ઓફીસ ઉતરતા બેગ રીક્ષામાં રહી ગઈ હતી. જેને લઈને બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ કમાન્ડ કંટ્રોલરૂમમાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં પાણપુર પાટિયા પાસે રીક્ષા જોવા મળી હતી. જે રીક્ષાચાલકને શોધી નેત્રમ શાખામાં બોલાવવામાં આવ્યો હતો. ચાલકની પૂછપરછ કરતા બેગ રીક્ષામાં હોય તેવું જણાવેલ હતું. તો આ બેગમાં અગત્યના એજ્યુકેશન સર્ટિ હતા. જે દસ્તાવેજો પાછા મળતા આભાર વ્યક્ત કર્યો હતો.

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ અરજદાર પાણપુર પાસેના ઝાહીરબાદમાં રહેતા ફેમીદાબાનું રહીશખાન પઠાણ NG સર્કલથી પાણપુર પાટિયા પોતાના ઘરે જવા માટે રીક્ષામાં બેઠા હતા. જે રીક્ષામાં અંદાજે રૂ 2 હાજર અને દસ્તાવેજો સાથેનું પાકીટ રહી ગયું હતું. જેને લઈને નેત્રમ શાખામાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા રીક્ષાનું લોકેશન પાણપુર પાટિયા પાસે મળ્યું હતું. જેને લઈને રિક્ષાચાલકને નેત્રમ શાખામાં બોલાવ્યો હતો. અને પૂછપરછ બાદ રિક્ષાચાલકે પાકીટ રહી ગયાની કબુલાત કરી હતી. અને તે પાકીટ ફેમીદાબેનને પરત આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...