વ્યાજખોરી ડામવા લોક દરબાર:હિંમતનગર તાલુકાનો લોકદરબાર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યોજાયો; 11 પીડિતોએ વ્યાજખોરી પ્રવૃત્તિ કરનાર શખ્સો વિરૂદ્ધ રજૂઆત કરી

સાબરકાંઠા (હિંમતનગર)19 દિવસ પહેલા

સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે અભિયાન શરૂ કર્યુ છે. ત્યારે મંગળવારે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ ખાતે જિલ્લા પોલીસવડાના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વ્યાજખોરોથી પીડિત 11 જણાએ રજૂઆત કરી હતી. લોક દરબાર બાદ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ સખ્તાઇ પૂર્વકની કાર્યવાહી કરવાની ખાતરી જિલ્લા પોલીસવડાએ આપી હતી. તો જિલ્લામાં હિંમતનગર તાલુકાથી પ્રથમ લોક દરબારની શરૂઆત કરાઈ હતી.

ગરીબ અને શ્રમજીવી સહિતના આર્થિક રીતે નબળા હોય તેવા જરૂરીયાતમંદ લોકોને ઉંચા વ્યાજદરે ફાઇનાન્સ કરી લોહી ચુસ્વાનો ધંધો કરતા વ્યાજખોરો વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસવડાના અધ્યક્ષ સ્થાને હિંમતનગર એ-ડિવિઝન પોલીસ મથકમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતા વ્યાજખોરો સામે પીડિતોએ જિલ્લા પોલીસવડા સમક્ષ ફરિયાદ કરી હતી.

આ અંગે જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, મંગળવારે હિંમતનગર તાલુકાના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન, બી-ડિવિઝન પોલીસ સ્ટેશન, ગાંભોઇ પોલીસ સ્ટેશન, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગેરકાયદેરસ જે તે વ્યાજખોરી કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે સખ્તાઇ પૂર્વકની કાર્યવાહી કરી શકાય તે માટે લોક દરબારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના અધિકારી, વિવિધ બેંકોના મેનેજરો તેમજ રજીસ્ટર થયેલી પેઢીઓના વહીવટ કર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબારમાં બેંકના અધિકારીઓ દ્વારા કેટલા વ્યાજદરે લોન અને યોજનાઓ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ઔદ્યોગિક લોન, હાઉસ લોન, કાર લોન સહિત ધંધા-રોજગાર માટે કેવા પ્રકારની લોનો કેટલા વ્યાજે મળે છે તેની જાણકારી આપવામાં આવી હતી. પીડિતોની રજૂઆતોની સાથે જ પોલીસ અધિકારીઓને કાર્યવાહી કરવા માટેનું સૂચન આપી દેવામાં આવ્યું હતું અને પોલીસે સ્થળ પર જ રજૂઆત કરનાર સાથે મળીને વિગતો એકઠી કરી કાર્યવાહી કરવાની શરુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...