ઇડર પોલીસ શનિવારની રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતી. તે સમયે ચાંડપથી સાબરમતી નદી તરફ જતાં રસ્તા પર થી એક આઇસરમાં દારૂ ભરીને આવી રહ્યો હોવાની બાતમી મળતાં પોલીસે સાબરમતી નદીના પટમાં ઝાડી ઝાંખરામાં છુપાઈ વોચમાં રહેવા દરમિયાન આઇસર આવી પહોંચતા તેને ઉભી રખાવવા દરમિયાન ખેપિયો આઇસર ઉભું રાખી પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો. આઇસરમાંથી 28.44 લાખનો દારૂ મળ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઇડર પોલીસ શનિ રવિવારની રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડ્રાઇવર મુકુંદસિંહ દલપતસિંહ ને બાતમી મળી હતી કે ચાંડપ (નવાવાસ) થી નદી તરફ જતા રસ્તા ઉપરથી આઇસરમાં દારૂ ભરીને આવી રહ્યો છે જેને પગલે પોલીસે નદીના પટમાં ઝાડી ઝાંખરામાં સંતાઈને વોચ ગોઠવી હતી અને મોડી રાત્રે બાતમીવાળી આઇસર નંબર ડીડી-01-એચ-9594 આવી પહોંચતા તેને ઉભી રખાવતા ડ્રાઇવર આઇસર બંધ કરવા દરમિયાન કેબિનમાંથી એકદમ ઉતરીને નદીના પટમાં અંધારાનો લાભ લઈ ઝાડી ઝાંખરામાં થઈને ફરાર થઈ ગયો હતો.
પોલીસે તાડપત્રી હટાવી પાછળના ભાગે તપાસ હાથ ધરતાં ભૂસાના કંતાન ભરેલ પ્લાસ્ટિકની થેલીઓ હટાવતા પાછળના ભાગેથી દારૂની પેટીઓ મળી હતી. પોલીસે દારૂની કુલ પેટીઓ 452 બોટલ નંગ 12120 કિં.₹28,44,120 તથા આઇશર મળી કુલ ₹43,45,220 નો મુદ્દામાલ કબજે લઈ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.