ફરાર આરોપીઓ પોલીસના સકંજામાં:LCBએ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીને ઝડપી લીધા

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા એલસીબીની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટેની કાર્યવાહી કરી રહી હતી. દરમિયાન તેમને બાતમી મળી હતી કે પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામમાં પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓ સંતાયેલા છે. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી નાસતા ફરતા ત્રણેય આરોપીને ઝડપી લઇ જેલને હવાલે કર્યા હતા.

ત્રણેય આરોપીને ઝડપીને જેલને હવાલે કરાયા
આ અંગે સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું કે એલસીબી સ્ટાફ વિક્રમસિંહ,અમરતભાઇ,અનિરૂધ્ધસિંહ,પ્રહર્ષકુમારની ટીમ બનાવી તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન અમરતભાઇ તથા પ્રહર્ષકુમારને બાતમી મળી હતી કે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ધવલકુમાર સુમનભાઇ જયસ્વાલ,નિકુલભાઇ રાજુભાઇ ભોઇ તથા બાબુજી કડવાજી મકવાણા નાસતા ફરે છે. આ ત્રણેય આરોપીઓ પોગલુ ગામે આવેલા એક ઘરમાં સંતાયેલો છે. જે બાતમીના આધારે તપાસ કરતાં બાબુજી કડવાજી મકવાણાના ઘરેથી ધવલકુમાર સુમનભાઇ જયસ્વાલ અને નિકુલ રાજુભાઇ ભોઇ મળી આવ્યા હતા. આ ત્રણેય આરોપીની ધરપકડ કરી ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં નોધાયેલા વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા હતા, જેને લઈને ગાંભોઈ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...