ફરિયાદ:તલોદના ઉજેડીયા ગામમાં જમીનનો કબ્જો ન સોંપતાં 3 સામે લેન્ડ ગ્રેબિંગ

હિંમતનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેચાણે રાખેલ જમીનનો કબજો માલિકને ન સોંપી વાવેતર કરી દીધું

તલોદના ઉજેડીયાની સીમમાં વેચાણ રાખેલ જમીનનો કબ્જો માલિકને ન સોંપી ત્રણ શખ્સોએ ખેતીલાયક વાવેતર કરી અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપતાં તલોદ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઇ હતી. ઉજેડીયાની સીમમાં અશોકભાઇ કચરાભાઇ પટેલે મનસુરી હમીદભાઇ કાસમભાઇ તથા તેમના ભાઇ-બહેનો અને કુટુંબીઓની સર્વે નં.1225 જેનો જૂનો સર્વે નં. 413 ની 1-69-95 હે.આરે.ચો.મી. ની આશરે સવા સાતેક વીઘા ખેતીલાયક જમીન રૂ.12,50,000 રોકડા આપી વેચાણ દસ્તાવેજ નં.1084/2021 થી વેચાણે રાખી હતી.

ત્યારબાદ તા. 23-07-21 ના રોજ અશોકભાઇ તેમના મિત્ર સાથે જમીન જોવા જતા સાંજના ચારેક વાગ્યે છબીલદાસ છગનદાસ પટેલ, અશ્વીનકુમાર છબીલદાસ પટેલ અને મયુરકુમાર છબીલદાસ પટેલે (ત્રણેય રહે. ઉજેડીયા, તલોદ) આ જમીન અમારી છે તમારે જમીનમાં પ્રવેશ કરવો નહીં કહેતા અશોકભાઇ કચરાભાઇ પટેલે આ જમીન વેચાણ રાખેલ છે તેમ જણાવતા અપશબ્દો બોલતા હોઇ અશોકભાઇ ત્યાંથી જતા રહ્યા હતા

ત્યારબાદ આ ત્રણેય શખ્સોએ જમીનનો કબ્જો પચાવી પાડવા ગેરકાયદે જમીનમાં ખેતીલાયક વાવેતર કરી ખેતરમાં માલિકીનું બોર્ડ મારતાં અશોકભાઇ કચરાભાઇ પટેલે તા.03-12-21 નારોજ સા.કાં. કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિં એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવા અરજી કરતાં અરજીની તપાસમાં જમીન અશોકભાઇ પટેલની હોવાનું બહાર આવતા તલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 3 સામે લેન્ડગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...