હિંમતનગરના પુનાસણમાં આવેલ શ્રવણ સુખધામ સંસ્થા દ્વારા પ્રજાપતિ સમાજના વ્યક્તિ દ્વારા કોઇપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ આપવાની પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને કુંભાર રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવાનો તા.1 જૂનથી પ્રારંભ કરાયો છે.
શ્રવણ સુખધામ સંસ્થાના ઇન્દુ એસ કે પ્રજાપતિએ પ્રજાપતિ સમાજના વિશેષ વ્યક્તિઓ માટે કુંભાર રત્ન એવોર્ડનો શુભારંભ કર્યો છે. જેમાં સમાજમાં ખેલકૂદ રમતગમત ક્ષેત્રે ખ્યાતિ પામનાર રમતવીરો જેમણે જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાના સુધીનું બિરુદ મેળવ્યું હોય તેમજ લેખકો, કવિઓ, મોટીવેશન સ્પીકરો, ગીતકારો, લોક ગાયક લોકગાયિકાઓ અને સમાજનુ કદ વધારનાર વ્યક્તિનો સમાવેશ કરાયો છે. દેવરાજ ધામ દેવાયત પંડિત દાદાની જગ્યાનાં મહંત ધનગીરી બાપુ અને મહેશગીરી બાપુએ કુંભાર રત્ન સન્માન એનાયત કરી પ્રમુખ પ્રજાપતિને સન્માનિત કર્યા હતા.
સંસ્થાના આદ્યસ્થાપક ઇન્દુ એસ કે પ્રજાપતિ એ કહ્યું કે સમાજના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર અને શ્રેષ્ઠ ક્રમ પ્રાપ્ત કરનાર દીકરા-દીકરીઓનેને ચાકડાનું પ્રતિક આપી સંસ્થા દ્વારા સન્માનિત કરાશે. કુંભાર રત્ન એવોર્ડનો શુભારંભ હાલ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાંથી કરાઇ રહ્યો છે જેમાં આવનાર સમયમાં સમગ્ર ગુજરાત પ્રજાપતિ સમાજને આવરી લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.