આજે 22 મે રવિવારે 12 વર્ષથી ઉપરના તમામ માટે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ વેક્સિનેશન મેગા ડ્રાઇવનું આયોજન કરાયું છે. જેમાં 230 વેક્સિનેશન સાઇટ અને ડોર ટુ ડોર વેક્સિનેશન ઝૂંબેશ દરમિયાન 20 હજારથી વધુ લોકોને આવરી લેવાનું લક્ષાંક નક્કી કરાયુ છે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 18 વર્ષથી ઉપરના 96.57 ટકા લોકોને કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ અને 99.60 ટકા લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાઇ ચૂક્યો છે. જ્યારે તા.21-05-22 સુધીમાં ત્રીજા ડોઝના 47.73 ટકા લાભાર્થીઓને વેક્સિન અપાઇ છે.
આરસીએચઓ ર્ડા. જયેશ પરમારે વિગત આપતાં જણાવ્યુ કે 22 મે રવીવારે મેગા ડ્રાઇવનું આયોજન કરાયું છે જેમાં 60 વર્ષથી વધુ વયજૂથના વ્યક્તિઓ, હેલ્થકેર - ફ્રન્ટલાઇન વર્કરને ત્રીજો ડોઝ તથા 12 થી 18 વય જૂથમાં જેને કોરોના રસીનો પ્રિકોશન કે બીજો ડોઝ લેવાનો બાકી હોય તેમના માટે 230 વેક્સિનેશન સાઇટનુ આયોજન કરાયુ છે. વધુમાં વધુ લોકો મેગા ડ્રાઇવનો લાભ લે તે માટે તેમણે અપીલ કરી હતી.
રસીકરણની વિગત
તાલુકો | પ્રથમડોઝ | બીજોડોઝ | ત્રીજોડોઝ |
હિંમતનગર 274706 | 270478 | 20171 | |
ઇડર | 203781 | 198451 | 18502 |
ખેડબ્રહ્મા | 113863 | 111964 | 7495 |
પોશીના | 82307 | 81904 | 4737 |
પ્રાંતિજ | 127127 | 134025 | 10903 |
તલોદ | 126525 | 131629 | 8941 |
વડાલી | 63150 | 65635 | 4787 |
વિજયનગર 82847 | 75951 | 3244 | |
કુલ | 1074306 | 1070037 | 78780 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.