આવા કેવા ભેદ-ભરમ!:રાજસ્થાનના કોટડાના રહીશે પુત્રની હત્યાની ફરિયાદ નોંધાવી, દિવસે અંત્યેષ્ટિ કરી અને રાત્રે જીવિત દીકરો હેમખેમ ઘેર આવ્યો

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પોશીનાના મતરવાડામાંથી હત્યા કરેલી યુવકની લાશ મળી હતી

પોશીના તાલુકાના મતરવાડા ગામની સીમમાંથી તા.12/07/22ના રોજ હત્યા કરેલી યુવકની લાશ મળી આવ્યા બાદ રાજસ્થાનના કોટડા તાલુકાના શખસે પુત્રની અજાણ્યા શખસોએ હત્યા કર્યાની ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ રાત્રે પુત્ર હેમખેમ પરત આવતાં પરિવારમાં માતમની જગ્યાએ ખૂશીનો માહોલ પેદા થયો હતો, પરંતુ પોલીસ માટે અસમંજસ સ્થિતિ પેદા થઇ હતી, જોકે લાશની અંતેષ્ટ્રિ થઇ ગઇ હોત તો કેવી વિકટ સ્થિતિ સર્જાઇ હોત એની સરળતાથી કલ્પના કરી શકાય છે.

ગત તા.12/07/22ના રોજ બારેક વાગ્યાના સુમારે પોશીના તાલુકાના મતરવાડા ગામની સીમમાંથી પચીસેક વર્ષના યુવકની હત્યા કરેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી અને ખેરોજ પોલીસને જાણ કરાયા બાદ પોલીસની તપાસ દરમિયાન રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા તાલુકાના સડા ટેકરા ફળિયુ ખાતે રહેતા સાયબાભાઇ કેવળાભાઇ પારધીએ લાશ પોતાનો પુત્ર પ્રકાશભાઇ સાયબાભાઇ પારધી (ઉં.વ. 25) હોવાની ઓળખ કરી ખેરોજ પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્રને અજાણ્યા શખસોએ કોઇપણ કારણસર માથાના ભાગે પથ્થરો મારી ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવ્યુ હોવા અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી પીએમ વગેરેની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવકની હત્યાના સમાચારને પગલે પરિવારમાં માતમ પ્રસરી ગયો હતો, જેના મોત અંગે ફરિયાદ નોંધાઇ હતી. યુવક હેમખેમ ઘેર પરત આવતાં પરિવારમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...