હિંમતનગરમાં PM મોદીનો રમૂજી અંદાજ:ખેડ..ખેડ..વડાલી...વડાલી..ઇડર..હેડો...હેડો.. કહેતા જ હાસ્યનું મોજું ફરી વળ્યું; કહ્યું- આ અવાજો આજે પણ કાનોમાં રણકે છે

સાબરકાંઠા (હિંમતનગર)11 દિવસ પહેલા
  • ગઈ કાલે નરેન્દ્ર મોદીએ સાબરડેરીમાં બે પ્લાન્ટનું લોકાર્પણ અને ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની જીવાદોરી સમાન સાબરડેરીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે પ્લાન્ટનું લોકાર્પણ અને ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. ત્યારબાદ હિંમતનગરના ગઢોડામાં સહકારથી સમૃદ્ધિમાં પશુપાલક મહિલાઓને સંબોધન કર્યું હતું અને હિન્દીથી શરુઆત બાદ ગુજરાતીમાં શરૂઆત યાદોથી કરી હતી અને સંગઠન સમયમાં કામ કરતા સાથીદારોને નામો લઈને યાદ કર્યા હતા.

PM મોદીના એ શબ્દો બાદ CM ભૂપેન્દ્ર પટેલ પણ હસી પડ્યા હતા
PM મોદીના એ શબ્દો બાદ CM ભૂપેન્દ્ર પટેલ પણ હસી પડ્યા હતા

PMએ રમૂજી અંદાજમાં આ શબ્દો કહ્યા અને સૌ કોઈ હસી પડ્યાં
તેમણે પોતાના સંબોધનની શરુઆતમાં કહ્યું સાબરકાંઠામાં કદાચ કોઈક જ એવો ભાગ હશે કે જ્યાં મારું જવાનું ના થયું હોય, અને સાબરકાંઠામાં આવીએ એટલે યાદ આવે બધું....બસ સ્ટેશન પર ઉભા હોઈએ...અને ગુજરાતી લહેકા સાથે ખેડ..ખેડ...ખેડ...ખેડ...વડાલી...વડાલી ...વડાલી...ઇડર..વડાલી...ખેડ..ભિલોડા..હેડો...હેડો...હેડો... આવુ કહેતા જ તમામને ખડખડાટ હસતા કરી દીધા હતા.

હિમ્મતનગરના સંબોધન દરમિયાન મોદીએ પોતાના જૂના દિવસોને યાદ કર્યા હતા
હિમ્મતનગરના સંબોધન દરમિયાન મોદીએ પોતાના જૂના દિવસોને યાદ કર્યા હતા

જૂના દિવસોને યાદ કર્યાં
તેમણે સંબોધનમાં ઉમેર્યું કે આજે પણ સાબરકાંઠામાં આવું ત્યારે એ અવાજ કાનમાં ગુંજતો હોય છે. તો સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના જુના સાથીદારો કે જેમના સાથે સંગઠનમાં કામ કર્યું હતું તેમના નામો લઈને તેમને યાદ કર્યા હતા અને એ પણ ગુજરાતીમાં હસતા હસતા. આય મારા અનેક સાથી સહયોગો.અહી આવું એટલે બધાની યાદ પણ આવે કમનસીબે કેટલાક સાથીઓ આપણને છોડીને પરમાત્માને પ્યારા થઇ ગયા. અમારા શ્રીરામ સાંખલાનું નામ યાદ આવે, અમારા જયેન્દ્રસિંહભાઈ રાઠોડ, અમારા એસ.એમ.ખાંટ, અમારા ધીમંત પટેલ, અમારા ગજાનંદભાઈ પ્રજાપતિ, અમારા વિનોદ..ફલજીભાઇનો કેટ કેટલાય જુના સાથીઓ અને આજે પણ અનેક લોકોના ચહેરા મારી સામે તરવરી રહ્યા છે. મારા વાલજીભાઈ હોય મારા પ્રવીણસિંહ દેવડા હોય....નાનો..બટકો...પણ દોડે બહુ. મારા અનેક સાથીઓ, મારા મોડાસાના રાજાભાઈની યાદ આવે, અનેક લોકોની યાદ અનેક સગર પરિવારો એમની જોડે મારો ભેડો નાતો. બહુ સન્માનીય નામ અમારા ડાહ્યાભાઈ ભટ્ટ મારા મુળજીભાઈ પરમાર એવા અનેક વડીલો સાથીઓ, અનેકોની વચ્ચે કામ કર્યું અમારા રમણીકભાઈ હોય કે અમારા તેમના અનેક વાર ઇડર આવું એટલે જઈએ અને અનેક પરિવારો સાથે મળવાનું થાય પણ હવે તમે બધાએ એવી બધી જવાબદારી આપી કે જુના દિવસો યાદ કરીને આનંદ લેવાનો હોય છે.

અન્ય સમાચારો પણ છે...