સ્કૂલ ઓફ એક્સેલન્સ:ખેડબ્રહ્માના પરોયાની પ્રાથમિક શાળા ખાનગી શાળાને ટક્કર આપે તેવી, છાત્રોને ડિઝિટલ શિક્ષણ અપાય છે

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાળકોને પ્રોજેક્ટર થકી શિક્ષણ અપાય છે - Divya Bhaskar
બાળકોને પ્રોજેક્ટર થકી શિક્ષણ અપાય છે
  • ખેડબ્રહ્મા તાલુકાની પ્રથમ શાળા છે કે જેની સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત પસંદગી કરાઇ છે

ખાનગી શાળાઓને ટક્કર મારતી ખેડબ્રહ્માના પરોયાની સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને ડિજીટલ સાથે જોડીને અલગ જ પ્રકારનું શિક્ષણ અપાય છે. જેના થકી બાળકો પણ શાળામાં રજા પાડ્યા વગર નિયમિત પણે હાજરી આપે છે અને તાલુકાની પ્રથમ શાળા છે કે જેની સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત પસંદગી થઈ છે.

ઔષધી બાગ, કિચન ગાર્ડન પ્લે ગાર્ડન પણ
ઔષધી બાગ, કિચન ગાર્ડન પ્લે ગાર્ડન પણ

શાળામાં જ્ઞાનકુંજથી શિક્ષણ અપાય છે
શાળામાં બાળકોની સંખ્યા 223 છે આચાર્ય સહિત શાળામાં કુલ 8 શિક્ષક, શિક્ષિકા છે.શાળામાં જ્ઞાનકુંજથી શિક્ષણ અપાય છે, કોમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા, લાઈબ્રેરી, શાળા તત્પરતા વર્ગ, સુવિધાથી સંપન્ન વર્ગો, શાળાઓની દીવાલો પર શિક્ષણ સાથે જ્ઞાનવર્ધક ભીંત ચિત્રો, પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ જેવી અદ્યતન સુવિધાઓ આ પ્રાથમિક શાળામાં ઉપલબ્ધ કરાવાઈ છે જે સુવિધાઓ ખાનગી શાળા ને પણ ટક્કર આપી રહી છે.

પુસ્તકો ઉપરાંત અન્ય નોલેજ મેળવી શકે તે માટેની પણ સુવિધા
શાળામાં, ઔષધી બાગ, કિચન ગાર્ડન પ્લે ગાર્ડન પણ છે. શાળામાં લાઈબ્રેરી પણ છે. બાળકો પોતાના ધોરણના પુસ્તકો ઉપરાંત અન્ય નોલેજ મેળવી શકે તે માટેની સુવિધા પણ છે. ગામના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં શિક્ષકો દ્વારા શાળા સમય બાદ મદદ કરાય છે. જેના કારણે કેટલાક ગામના કેટલાક યુવાનો આવી પરીક્ષામાં પાસ પણ થયા છે.

ધોરણ 5-8 ના બાળકોને ડિજિટલ શિક્ષણ
આચાર્ય સચિનભાઈ નાયકે જણાવ્યું કે બાળકોને શુદ્ધ પીવાનું પાણી, પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ દરેક વર્ગમાં દરેક વિદ્યાર્થી માટે બાયસેગ પ્રોગ્રામ સીધો ઇન્સ્ટોલ કરાયો છે. એટલે જ્ઞાનકુંજ પ્રોજેક્ટથી ધોરણ 5-8 ના બાળકોને ડિજિટલ શિક્ષણ અપાઈ રહ્યું છે બાળકો માટે અદ્યતન લાઇબ્રેરી અને પ્રયોગશાળા છે.

પ્લે સ્કૂલ જેવું વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કર્યો છે
શાળામાં કલરવ વર્ગ છે ધોરણ એકમાં પ્રવેશ લેતા બાળકોને સેટલ થવામાં સમસ્યા રહે છે તેમના માટે બજારમાંથી ઉત્તમ રમકડા લાવી બાળકોને આપવામાં આવ્યા છે અને પ્લે સ્કૂલ જેવું વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કર્યો છે.પુસ્તકાલયમાં દર શનિવારે બાળકો 10-10 પુસ્તક લઈ જાય છે અને ગામમાં વાંચવા માટે વિતરણ કરે છે. ગણિત વિજ્ઞાનના શિક્ષિકા પૂનમબેન પટેલે જણાવ્યું છે અમારી શાળામાં ઓબીસી એસટી બાળકોની સંખ્યા વધુ છે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...