ખેડબ્રહ્મા પોલીસે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની કડીયા સાસી ગેંગના 11 આરોપીને કુલ રૂપિયા 5,56,746ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આંતરરાજય ગેંગનો પદાફાર્શ કર્યો હતો. પોલીસે સાબરકાંઠા, મહેસાણા, ખેડા, આણંદ, મહિસાગર જિલ્લાની પાંચ ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. કડીયા સાસી ગેંગના સભ્યો મોટા શહેરોના પાર્ટી પ્લોટો તેમજ રિસોટોમાં ટાબરીયાઓને મોકલીને બેગ લીફટીંગ કરી સોના-ચાંદીના દાગીના તથા તેમજ રોડક રકમ ભરેલી બેગોની ઉઠાંતરી કરતા હતા. તો મહિલા ગેંગના સભ્યો બેંકોમાં જઇ રેકી કરી ગ્રાહકોના નાણાંની ઉઠાંતરી કરીને ફરાર થઇ જતા હતા. ખેડબ્રહ્મા પોલીસે દિલ્હી, હરીયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલગાણા સહિતના રાજ્યોમાં લુંટ, ચોરીના ગુનામાં સંડોવાયેલા કડીયા સાંચી ગેંગને ઝડપી આંતરરાજય ગેંગનો પદાફાર્શ કર્યો છે. ગેંગના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ અંગે પોલીસ જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલ વાઘેલાએ જણાવ્યું હતું કે, ખેડબ્રહ્મા પી.એસ.આઇ. જે.આર. દેસાઇ તથા સ્ટાફના જયદિપકુમાર, સુખદેવકુમાર, વિનોદભાઇ, યોગેશકુમાર, વાસુભાઇ, કિંજલબેન, મનિષાબેન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના અંગે તપાસ કરી રહ્યા હતા.
બાતમીના આધારે પોલીસે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના પછોર તાલુકાની ગેંગના માણસો અમદાવાદથી ખેડબ્રહ્મા અંબાજી તરફ જતા બસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગ દરમિયાન 4 શખ્સો ચાલતા ચાલતા અંબાજી તરફ ખાનગી વાહનો તરફ જઇ રહ્યા હતા. શંકાસ્પદ જણાતા ખેડબ્રહ્મા પોલીસે કોર્ડન કરીને તેમની પુછપરછ કરતા દિલીપસિંગ માનસિંગ સિસોદીયા, અમિતસંગ તખસિંગ સિસોદીયા, મોનુસિંગ નરપતસિંગ સિસોદીયા તેમજ ફુલજીતસિંગ પરબતસિંગ સિસોદીયાની પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેઓએ આણંદ તેમજ મહેસાણા પોલીસ સ્ટેશન હદમાં ચોરી કરી હોવાનુ જણાવ્યું હતુ. અને તેમની જડતી લેતા તેઓ પાસેથી રોકડ રકમ 25 હજાર તેમજ મોબાઇલ મળી આવ્યો હતો. જે અંગે આણંદ પોલીસ અને મહેસાણા બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આંતરરાજ્ય ચોરી કરતી મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની કડીયા સાસી ગેંગના મહિલા આરોપી સહિત કુલ 11 આરોપીઓને ઝડપી લેવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી હતી. પોલીસે રોકડ રૂપિયા 53,300 કરીયાણાની ચીજવસ્તુ કિંમત રૂપિયા 50,646 મોબાઇલ નંગ 12 કિંમત રૂપિયા 15,000 અને સ્વીફટ ગાડી કિંમત રૂપિયા 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો ફરાર સબ્બુ ચેતનસિંગ સિસોદીયા, સલમા સુરજસિંગ સિસોદીયા, રીના પ્રકાશસિંગ સિસોદીયાને પકડવાના બાકી છે.
પકડાયેલા આરોપી-મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના પાછોર તાલુકાના કડિયા સાંસીના રીમા કરમસિંગ ઇન્દરસીંગ સિસોદીયા, રોમા વિરેન્દ્રસિંહ દર્શનસિંગ સિસોદીયા, વંશીકા ઉર્ફે કાલુ ડોઓ વિનોદસિંગ ઘનશ્યામસિંહ સિસોદીયા, નિતુ જીતેન્દ્રસિંગ કનૈયાલાલ સિસોદીયા, શિતલ જોની કનૈયાલાલ સિસોદીયા, રિન્કીબેન અજબસિંગ સિસોદીયા, ગૌતમભાઇ મોડીસિંગ જાયલ, દિલીપસિંગ માનસિંગ સિસોદીયા, અમિતસિંહ તખતસિંગ સિસોદીયા, મોનુસિંગ નરપતસિંહ સિસોદીયા, ફુલજીતસિંગ પરબતસિંહ સિસોદીયાને ઝડપી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.