મેઘમહેર:ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં સવા ઇંચ વરસાદ

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય તાલુકામાં ઝરમર, સોમવારે વરસાદે બ્રેક લીધો

સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે રાત્રે ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં સવા ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં ઝરમર વરસાદ નોંધાયો હતો. સોમવારે મેઘરાજાએ બ્રેક લેતા સાંજે 6 વાગ્યા સુધીમાં પ્રાંતિજમાં 01 એમએમ અને પોશીનામાં 04 એમએમ વરસાદ થયો હતો.

જિલ્લામાં 23 થી 25 જુલાઇ દરમિયાન ભારે વરસાદની આગાહી બાદ રવિવાર રાત્રે ખેડબ્રહ્મા તાલુકામાં 30 મીમી અને વિજયનગર તાલુકામાં 31 મીમી વરસાદ ખાબકી ગયો હતો જેને પગલે ચાલુ વર્ષે વિજયનગર તાલુકામાં મોસમનો સૌથી વધુ 65.78 ટકા વરસાદ નોંધાયો હતો. જિલ્લાના 8 તાલુકા પૈકી 5 તાલુકામાં મોસમનો 50 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે અને હવામાન વિભાગ દ્વારા હજુ 24 થી 48 કલાક સુધી વરસાદી માહોલ છવાયેલો રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. વરસાદ પણ અલગ અલગ તાલુકામાં અલગ અલગ સમયે વરસી રહ્યો હોવાથી ખેતી માટે ફાયદારૂપ બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...