13 દંપતિ પ્રભુતામાં પગલા પાડશે:રાજસ્થાની પ્રજાપતિ સમાજના આઠમા સમૂહ લગ્નોત્સવની કંકુ પત્રિકા લખાઈ; તુલસી વિવાહ સાથે લગ્નોત્સવ યોજાશે

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રાજસ્થાની પ્રજાપતિ સમાજ દ્વારા આઠમા સમૂહલગ્નોત્સવનું આયોજન તુલસી વિવાહ સાથે 5 નવેમ્બરે કરેલું છે. જેને લઈને આજે ગુરુવારે સમાજના પ્રમુખ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કંકુ પત્રિકા લખવામાં આવી હતી અને પાંચ ગામના પ્રમુખોને આપવામાં આવી હતી.

સમૂહલગ્નમાં 13 નવ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે
હિંમતનગર-ઇડર સ્ટેટ હાઇવે રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર પાસે સપ્તશ્રુંગી પાર્ટી પ્લોટમાં 5 નવેમ્બરના રોજ રાજસ્થાની પ્રજાપતિ સમાજ દ્વારા આઠમા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 13 નવ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે, તો તે દિવસે સમૂહ લગ્નોત્સવ સાથે તુલસી વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આજે ગુરુવારે હિમતનગરના પોલોગ્રાઉન્ડમાં આવેલા શ્રીયાદે માતાજીના મંદિરમાં પાંચગામના સમાજના પ્રમુખ,ઉપ-પ્રમુખ અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કંકુ પત્રિકા લખવામાં આવી. હતી તો હાવો લખવાના પ્રસંગે સમાજની મહિલાઓએ પણ લગ્ન ગીતોના સુરો વહેવડાવ્યા હતા અને કંકુ પત્રિકા લખવામાં આવી હતી. ત્યારબાદ લખેલી લગ્ન પત્રિકા પાંચ ગામના પ્રમુખ અને ઉપ-પ્રમુખને આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...