બોધ:ગુરુ અંધકારમાંથી ઉજાસમાં લઈ જાય છે: મુનિશ્રી

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુનિ શ્રી જ્ઞાનનોદય વિજયજી, મુનિ શ્રી પંચામૃત વિજયજીનું પ્રવચન

ગુરુ અંધકારમાંથી ઉજાસમાં લઈ જાય છે. આજથી બરાબર 100 વર્ષ પહેલાં જૈન ધર્મના તેજસ્વી સૂર્ય જેવા પરમ પૂજ્ય આચાર્યશ્રી ધર્મસુરીજી કાશીવાળા સ્વર્ગવાસ પામ્યા હતા. 157 વર્ષ પહેલા ભાવનગરની બાજુના મહુવામાં તેમનો જન્મ થયો હતો સંસારી નામ મૂલચંદ હતું. 17 વર્ષની ભર યુવાન વયમાં સંસારથી વૈરાગ્ય પામી ભાવનગરમાં પૂ.વૃદ્ધિચંદજી મહારાજના શિષ્ય થયા. જેમને દિક્ષા સમયે ભાવનગર શબ્દના પાંચ અક્ષર પણ લખતા પાંચ મિનિટ થઈ હતી.

ભણવામાં ખૂબ જ નબળા હતા પરંતુ ગુરુની કૃપાથી 45 આગમો સંસ્કૃત, પ્રાકૃત વગેરે ખૂબ અભ્યાસ કરીને 10 હજારની જનમેદની ને વગર માઈકે સંબોધતા હતા. અનેક મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બંગાળી તેમનાથી પ્રતિબોધ પામી માંસાહાર શિકારના ત્યાગી અને વ્યસન મુક્ત બન્યા. ઉદયપુરના રાણાએ નવરાત્રી અને પશુબલીની પ્રથા પર પ્રતિબંધ મૂક્યો. કલકત્તામાં પશુબલી બંધ કરાવ્યો. જોધપુરના ફતેસિંહ રાજાએ કબુતર કતલ પર કાયદેસર પ્રતિબંધ મૂક્યો. જામનગરના જામ સાહેબે કૂતરાની કતલ પર પ્રતિબંધ મૂક્યો તેમાં તેમની અહિંસા પ્રેરક વાણીનો પ્રભાવ હતો.

અલાહાબાદના કુંભમેળામાં સનાતન ધર્મ મહાસભાના આયોજનમાં 50 હજારથી વધુ શ્રોતાઓમાં ફાળવેલી પાંચ-દસ મિનિટના બદલે 40 મિનિટ સુધી તાળીઓના ગડગડાટ સાથે અસ્ખલિત પ્રવચનની ગંગા વહેલી એ સમયની અંદર કાશીના નરેશે પૂજ્યશ્રીને શાસ્ત્ર વિશારદ જેનાચાર્યની પદવી આપી હતી. જેથી દેશ-વિદેશથી વિદ્વાનો તરફથી અભિનંદનના સંદેશા આવ્યા હતા. કાશી નરેશ ત્યાંના પંડિતો, મુસલમાનો તથા ખ્રિસ્તીઓના સાથ અને સહકારથી ગંગા કિનારે સૌપ્રથમવાર પશુઓની સેવા કાજે પાંજરાપોળની સ્થાપના કરી હજારો પશુઓને અભયદાન અપાવ્યું.

આબુ,દેલવાડા, રાણકપુરના જૈન દેરાસરોમાં અંગ્રેજો બુટ પહેરીને જતા હતા તે દિલ્હીના વાઇસરોયના હુકમથી બંધ કરાવ્યું. મુંબઈના ગવર્નર લોઇડ જ્યોર્જ દરરોજ એક કલાક આ ગુરુદેવનો ઉપદેશ સાંભળતા હતા. જેમના કાળ ધર્મના સમાચાર (દેહ વિલય) મુંબઈના વર્તમાન પત્રોમાં પહેલા પાને મોટા અક્ષરોમાં છપાયા હતાં.

અને વિદેશોમાં ઇંગ્લેન્ડ, અમેરિકા, નોર્વે, ટ્રાન્સ, જર્મનીમાં વિગતવાર છપાયા હતા ત્યાંથી શોક સંદેશા આવ્યા હતાં. ત્યાંની પાર્લામેન્ટમાં બે મિનિટ મોન પાડી તેમના પ્રત્યે આદર વ્યક્ત થયો હતો. તેમના સ્વર્ગવાસ પછી ઓકસફોર્ડ યુનિવર્સિટી એ "ડેથ ઓફ ધ ગ્રેટ જૈન લીડર" પુસ્તક પ્રકાશિત કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...