ચૂંટણી પ્રચાર જોરશોરમાં:હિંમતનગરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો રોડ શો યોજાયો; હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

હિંમતનગરમાં શનિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો રોડ શો યોજાયો હતો. જૂની સિવિલ સર્કલથી પ્રારંભ થયો હતો અને ટાવર ચોકમાં પૂર્ણ થયો હતો. ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ ઉમેદવાર સાથે ટાવર ખાતે આવેલા હનુમાનજી મંદિરમાં દર્શન કર્યા હતા.

અધ્યક્ષે આજે સંવિધાન દિવસને લઈને સંવિધાનને નમન કર્યા હતા
હિંમતનગર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર વી.ડી. ઝાલાના વિજય માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે વી.ડી. ઝાલા સહીત સ્થાનિક ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે શહેરના જૂની સિવિલ સર્કલ પાસેથી રોડ શો શરુ થયો હતો. રોડ શો પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષે આજે સંવિધાન દિવસને લઈને સંવિધાનને નમન કર્યા હતા. બાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. ત્યારબાદ રોડ શો શરુ થયો હતો જે પ્રતાપગઢ પેટ્રોલ પંપથી ગાંધી રોડ પર થઈને ખાડિયા પહોંચ્યો હતો. જ્યાં સ્વાગત કરાયું હતું અને ત્યાંથી નવા બજાર થઈને ટાવર ચોક રોડ શો પહોંચ્યો હતો. જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ ઉમેદવાર સાથે ટાવર ખાતે આવેલા હનુમાનજી મંદિરમાં દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...