હિંમતનગર તાલુકાના આડાહાથરોલમાં પુત્રની હત્યાના આરોપીની અદાવતમાં બુધવાર સાંજે ચારેક વાગ્યાના સુમારે લાકડીઓ ધારિયા અને પેટ્રોલ લઈને ધસી આવેલ 30 જેટલા શખ્સોએ હુમલો કરી ઘર સળગાવી લૂંટ કરી ફરાર થઇ જતાં ફાફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ગાંભોઈ પોલીસે ભિલોડાના હરીપુરા ગામના 9 શખ્સોના નામ જોગ રાયોટિંગ લૂંટ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખની છે કે આરોપીઓને ઘરમાં ફરીથી રહેવા આવશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આડાહાથરોલમાં રહેતા રાજેન્દ્રસિંહ ગગુસિંહ રાઠોડના મોટાભાઈ પ્રવિણસિંહના દીકરા સચીને ગત તા. 24-10-22 ના રોજ હરીપુરા ગામના તેના મિત્ર અજય નટુભાઈ તબિયાડ સાથે ઝઘડો થતાં ઈકોથી અકસ્માત કરી મારી નાખ્યો હતો. જેની અદાવત રાખી બધુવારના રોજ સાંજે ચારેક વાગ્યાના સુમારે હરીપુરા ગામના નટુભાઈ ખેમજીભાઇ તબિયાડ અને તેના કુટુંબના આશરે 30 જેટલા માણસો હાથમાં ધારિયા અને લાકડીયો તથા પેટ્રોલ લઈને આવી પહોંચ્યા હતા તથા બૂમો પાડી સચિનના ઘરને સળગાવી દો કહી હોકારા પડકારા કરતું ટોળું પ્રવિણસિંહના ઘરનું તાળું તોડી અંદર ઘૂસી ગયું હતું અને રાજેન્દ્રસિંહના ઘરમાં પણ બીજું ટોળું ઘૂસી ગયું હતું
થોડી જ વારમાં ઘરની અંદર આગ લગાડી દીધી હતી અને ઘરમાં થી સોના દાગીના તથા રૂપિયા 50,000 ની લૂંટ ચલાવી આજે તો ઘર બાળી ફૂટ્યું છે ફરીથી ઘરમાં રહેવા આવશો તો જાનથી મારી નાખીશુંને ધમકીઓ આપી જતા રહ્યા હતા. હરીપુરા ગામે જતા રસ્તામાં આવતા રાકેશજી હીરાજી પરમારના ઘેર પણ તોડફોડ કરી હતી.
રાજેન્દ્રસિંહની ફરિયાદને આધારે નટવરભાઈ ખેમજીભાઈ તબીયાડ કાંતાબેન નટુભાઈ તબીયાડ , સુરેન્દ્રભાઈ લાલજીભાઈ તબીયાડ, અજય કુમાર રવિભાઈ રાવત, બીપીનકુમાર અમરતભાઈ કટારા, જગદીશકુમાર અમરતભાઈ કટારા, શૈલેષભાઈ જીવાભાઇ બરંડા, અંકિતકુમાર નારણભાઈ તબીયાડ, અને રણજીતકુમાર સળુભાઈ બરંડા (તમામ રહે.હરીપુરા તા. ભિલોડા જિ.અરવલ્લી) વિરુદ્ધ રાયોટિંગ લૂંટ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બુધવાર સાંજે બનેલા બનાવથી ગામમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.
આમની સામે ફરિયાદ નોંધાઇ
નટવરભાઈ ખેમજીભાઈ તબીયાડ કાંતાબેન નટુભાઈ તબીયાડ , સુરેન્દ્રભાઈ લાલજીભાઈ તબીયાડ, અજય કુમાર રવિભાઈ રાવત, બીપીનકુમાર અમરતભાઈ કટારા, જગદીશકુમાર અમરતભાઈ કટારા, શૈલેષભાઈ જીવાભાઇ બરંડા, અંકિતકુમાર નારણભાઈ તબીયાડ, અને રણજીતકુમાર સળુભાઈ બરંડા (તમામ રહે.હરીપુરા)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.